• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

avshan nodh

સાંઢળીધાર: કિશોરભાઈ ઠાકરશીભાઈ રૂપારેલ (ઉ.60) તે મહેશભાઈ તથા સગરભાઈના પિતા, સ્વ.મોહનભાઈ ઠાકરશીભાઈ, સવિતાબેન બાબુલાલ કાનાબાર (કાણકિયા) ના ભાઈ, ભાવેશભાઈ, સચિનભાઈ રૂપારેલ તથા ધર્મિષ્ઠાબેન નિરવકુમાર કારિયા (કોડીનાર) ના કાકાનું તા.ર8 ના રોજ અવસાન થયું છે. બેસણુ તા.29 ને મંગળવારે સાંઢળીધાર મુકામે દરબાર હોલ ખાતે સાંજે 4 થી 6 રાખેલું છે.

રાજકોટ: જયકાંતભાઈ (જયુભાઈ) માંકડ (97) (િનવૃત્ત રેલવે એકાઉન્ટ્સ અને રેલવે જેકશન બેંક) તે સ્વ.અનંતરાય માંકડના પુત્ર, સુલોચનાબેનના પતિ, પૂર્ણિમાબેન ધીરેન રીંડાણી, સ્વ.મૌલેશ અને સુનિલ(ગુલી)ના પિતા, શૈલા અને અમીતાના સસરા, મયંકભાઈના મોટાભાઈ, સ્વ.રમણીકપ્રસાદ જોષીપુરાના જમાઈનું તા.ર8ના રોજ અવસાન થયું છે. સ્મશાનયાત્રા આવતીકાલ તા.29ને મંગળવારે સવારે 11 વાગ્યે, આશિષ, 3/1ર, જાગનાથ પ્લોટ, જય વિજય ફ્લેટ સામે, કાઠિયાવાડ જીમખાના પાછળ, રાજકોટ ખાતેથી નીકળશે.

રાજકોટ: ગોંડલ નિવાસી હાલ રાજકોટ મગનભાઈ જીવરાજભાઈ સોરઠિયા (ઉ.86) (િરટાયર્ડ રેલવે કર્મચારી) તે નિર્મળાબેનના પતિ તથા નિમેષભાઈ, અલ્પેશભાઈના પિતા તેમજ આરતીબેન, દીપલબેનના સસરા તથા સંગીતાબેન મુકેશભાઈ ડોબરીયા, શિલ્પાબેન કિશોરભાઈ લાખાણી, સોનલબેન હસમુખભાઈ પરસાણાના પિતાનું તા.28 ના રોજ અવસાન થયું છે. બેસણુ તા.1 ના રોજ બપોરે 4 થી 6 તેમના નિવાસ સ્થાને હરિદ્વાર હિલ્સ, સિલીકોન વેલીની સામે, નાના મૌવા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ગાંધીનગર: જૂનાગઢના વતની અને હાલ ગાંધીનગર નિવાસી મંજુલાબેન ચોકસી (ઉં.82) તે હરકિશનદાસ ચોકસીના પત્ની તેમજ જયેશ ચોકસી, મીના ઉદાણી તથા ડૉ.િહમાંશુ ચોકસીના માતુશ્રીનું તા.ર8મીએ અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

રાજકોટ: સ્વ.ઘેલાભાઈ કાનજીભાઈ ચોટાઈના પુત્ર દિનેશભાઈ (લાલાભાઈ) (ઉં.72) તે ભુપતભાઈ, નટવરલાલ, ધીરજલાલ, જયંતીભાઈ, મંજુબેન તથા રંજનબેનના ભાઈ, બંટીભાઈ, જીતેનભાઈ, આરતીબેન મિથિલકુમાર તથા ચાંદનીબેન શ્રવણકુમાર ખખ્ખરના પિતા, જીજ્ઞાબેન તથા મીતલબેનના સસરા, સ્વ.હરિભાઈ માવજીભાઈ મજીઠીયાના જમાઈ તેમજ ખુશી, આર્યા, શૌર્ય, હયાનના દાદા તથા ક્રીશ, મિસરી, મોક્ષના નાનાનું અવસાન થયું છે. બેસણું (ઉઠમણું) તા.1ને ગુરૂવારે સાંજે 4-30થી 6, રાષ્ટ્રીય શાળા, ડો.યાજ્ઞિક રોડ, માલવિયા પેટ્રોલ પંપ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. (િપયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.)

બગસરા: રેશમડી ગાલોળ નિવાસી ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ વિજયભાઈ (બકુલભાઈ) હરિભાઈ જોષી (ઉં.65) તે પાર્થ અને ભાર્ગવના પિતા તેમજ ગીરીશભાઈ, અશોકભાઈ, કિરીટભાઈ, મુકેશભાઈ, અતુલભાઈ, પ્રવિણાબેન વિનોદભાઈ ત્રિવેદી (બગસરા) તથા સરોજબેન હરેશકુમાર જોષી (જૂનાગઢ) ના ભાઈ તેમજ જયેશભાઈ દિનકરભાઈ ત્રિવેદી (બગસરા) અને સ્વ. પિયુષભાઈના બનેવીનું તા.ર7 ના રોજ અવસાન થયું છે. બેસણુ તા.1 ને ગુરૂવારે બપોરે ર થી પ તેમના નિવાસ સ્થાને રેશમડી ગાલોળ મુકામે રાખેલ છે.

રાજકોટ: કિશોરચંદ્ર કલ્યાણજી જાની (ઉ.80) (િનવૃત્ત અધિકારી, પા.પૂ.બોર્ડ) તે સુશીલાબેનનાં પતિ, સંદીપ અને શાત્રી અમિતભાઈ જાનીનાં પિતા તથા પ્રેરક અને પ્રયાગનાં દાદા અને શાત્રી પુષ્કરભાઈ તથા યોગેશભાઈનાં વડીલબંધુનું તા.ર8 ના રોજ અવસાન થયું છે. બેસણુ તા.1 ને ગુરૂવારે બપોરે 4:30 થી 6, શ્રી સર્વેશ્વર મહાદેવ મંદિર, ઈનોવેટીવ સ્કૂલની સામે, પંચાયત ચોક, યુનિ. રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક