• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

અવસાન નોંધ

ચક્ષુદાન

રાજકોટ: નીલાબેન પ્રફુલ્લચંદ્ર કોઠારીનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 901મું ચક્ષુદાન થયું છે. આ સપ્ટેમ્બર 2026માં પંદરમું (15) ચક્ષુદાન થયું છે. આ ચક્ષુદાન જગદીશભાઈ શેઠના સહયોગથી થયું છે. સમગ્ર ગુજરાતમાં અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા 94285 06011નો સંપર્ક કરવા જણાવાયું છે.

રાજકોટ: મહેન્દ્રભાઇ રતીલાલ સંઘવી (વાંકાનેર વાળા) તે સ્વ. રોહિતભાઇ તથા કુસુમબેન ચંદુલાલ મહેતાનાં ભાઇ તથા સ્વ. વિણાબેનના પતિ, જીજ્ઞેશભાઇ, જીતેશભાઇ તથા અંકુરભાઇનાં પિતા તેમજ વૈશાલી, દેવાંશી તથા નેન્સીબેનનાં સસરા તેમજ સ્વ. નવલચંદ ગોપાલચંદ શાહ (જામનગર વાળા)નાં જમાઇનું તા.7ને બુધવારે અવસાન થયું છે. લૌક્કિ વ્યવહાર બંધ છે.

અમરેલી: જયંતીભાઇ વિસામણભાઇ ધકાણ (ઉ.80) તે સ્વ. ભીખુભાઇ, મહેન્દ્રભાઇ (અમદાવાદ)ના ભાઇ, વિજયભાઇ અને દિપકભાઇનાં પિતા, ધારી નિવાસી સ્વ. હસુભાઇ, ચંદ્રકાંતભાઇ, સ્વ. પ્રદિપભાઇ, ભાવેશભાઇનાં કાકા તથા મયુરભાઇના દાદા અને કેતનભાઇના મોટા બાપુજીનું તા.6 ના અવસાન થયું છે. બેસણું તા.8 ને ગુરૂવારે સાંજે 4 થી 6, બી-102, જૈનમ સ્કવેર, ગોકુળ મથુરાની પાછળ, અયોધ્યા ચોક રાજકોટ ખાતે તથા ધારી મુકામે રામાપીરનો ઓટો ચોરાપા શેરી ખાતે તા.9 ને શુક્રવારે સાંજે

4 થી 6 છે.

પાંચ તલાવડા: અજયભાઇ વિક્રમભાઇ ખુમાણ (ઉ.30) તે રાજકીય/સહકારી અગ્રણી સુરેશભાઇના ભત્રીજાનું તા.6 ને મંગળવારે અવસાન થયું છે.

માધવપુર: હેમલતાબેન જાદવજીભાઇ કક્કડ (ઉ.91) તે દિનેશભાઇ (જૂનાગઢ), ભુપતભાઇ તથા વિનોદભાઇ (મધુરમ પ્રોવિઝન)ના માતાનું તા.6ને મંગળવારે અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.8ને ગુરૂવારે સાંજે 4 થી 5 લોહાણા મહાજન વાડી, માધવપુર ખાતે છે. પિયર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: પ્રવીણભાઇ પઢીયાર (ઉ.74) (રાજકોટ કલેકટર ઓફિસ)તે સ્વ. રમણીકભાઇ નારણભાઇ પઢીયારના પુત્ર, ગીરીશભાઇ તથા જગદીશભાઇના ભાઇ તેમજ વિજયભાઇ (અમિત)ના પિતાનું તા.4 ને રવિવારે અવસાન થયું છે. ઉઠમણું તા.8 ના સાંજે 4 થી 6 ખોડીયાર માતાજીનું મંદિર, રૈયા ગામ, રાજકોટ ખાતે છે.

રાજકોટ: અજયભાઇ ભગત (ઉ.61) તે સ્વ. સુમનલાલ ચંપકલાલ ભગત તથા સ્વ. હિરાલક્ષ્મીબેનના પુત્ર, નેહલબેનના પતિ, ક્રિષ્નાના પિતા, અમિતકુમાર (એડવોકેટ), છાંયાબેન સુનિલકુમાર ગણાત્રા, ઉર્વશીબેન અવિનાશકુમાર સુચક, શિતલબેન નિરજકુમાર મશરૂના ભાઇ તથા ફાલ્ગુનીબેનના જેઠ તથા પાર્થિતના મોટા બાપુનું  તા.5ને સોમવારે અવસાન થયું છે. બેસણું તા.9 ના શુક્રવારે સાંજે 4 થી 6 પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ મુકામે છે.

રાજકોટ: અશોકભાઈ મજીઠીયા (ઉં.વ.71) તે સ્વ.ગોકળદાસ વનરાવન મજીઠીયાના પુત્ર, મીનાબેનના પતિ તથા સ્વ.મનસુખલાલ, સ્વ.મુકુંદભાઈ, જયસુખભાઈ તથા જગદીશભાઈના નાનાભાઈ અને સ્વ.શાંતિલાલ પોપટલાલ દક્ષિણીના જમાઈ, સ્વ.ચંદ્રકાંત તથા અશોકભાઈના બનેવી તેમજ ભાવિકાબેન, માનસીબેનના પિતા તેમજ અલ્પેશકુમાર માનસાતા તથા વિરલકુમાર ઉપાધ્યાયના સસરા તેમજ રિશિત, દ્વિજના નાનાનું તા.6ને મંગળવારે અવસાન થયું છે. બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.8ના ગુરૂવારે સાંજે 4-30 થી 6, પંચનાથ મંદિર, પુનિત હોલ, રાજકોટ ખાતે છે.

મોરબી: બચુલાલ દયાળજીભાઈ પુજારા (ઉં.વ.87) તે ગં.સ્વ.નિર્મળાબેનના પતિ તેમજ પ્રકાશભાઈ (રાજકોટ), મનોજભાઈ, અલ્પેશભાઈ (આચાર્ય સજનપર પ્રા.શાળા)ના પિતા તેમજ સ્વ.રમણીકભાઈ, સ્વ.કાંતિભાઈના ભાઈ તથા કિશન, હિતેન, મનસ્વી અને માનીતના દાદા તેમજ સ્વ.ત્રિભોવનભાઈ સવજીભાઈ ભીંડોરા (વાંકાનેર)ના જમાઈનું તા.5ના અવસાન થયું છે. બેસણું તથા સસરા પક્ષની સાદડી તા.9ને શુક્રવારે સાંજે 5 થી 6, શ્રી જલારામ પ્રાર્થના મંદિર, નીચેનો વિભાગ, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે છે.

ઇ-પેપરના નવા શુલ્ક