• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

બીસીસીઆઇ લોકપાલનો આદેશ છે : હિતના ટકરાવ મુદ્દે ગાંગુલી

કોલકાતા, તા. 7 : સૌરવ ગાંગુલી આગામી આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સના હેડ કોચની ભૂમિકામાં જોવા મળશે. આ સાથે બંગાળ ક્રિકેટ સંઘના અધ્યક્ષ પણ છે. જેનાં કારણે હિતના ટકરાવનો મુદ્દો ચર્ચાય રહ્યો છે. જો કે આ મામલે સૌરવ ગાંગુલીએ સાફ કહ્યું છે કે હિતના ટકરાવનો કોઈ મુદ્દો નથી. તેમની પાસે બીસીસીઆઇ લોકપાલનો આદેશ છે.

હકીકતમાં સૌરવ ગાંગુલી પહેલી વખત કોઈ આઇપીએલ ટીમના મુખ્ય કોચની જવાબદારી સંભાળશે અને દિલ્હી કેપિટલ્સમાં હેમાંગ બદાનીની જગ્યા લઈને 2027નાં સત્રમાં ટીમનું માર્ગદર્શન કરશે. સૌરવ ગાંગુલી 2019થી દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલો છે. પુરુષ અને મહિલા બન્ને ટીમ માટે ક્રિકેટ ડાયરેક્ટર સહિતની ભૂમિકા અગાઉ ભજવી છે. જો કે આઇપીએલ ફ્રેન્ચાઇઝીના મુખ્ય કોચ તરીકે પહેલો કાર્યકાળ બનશે. ગાંગુલીએ મંગળવારે કહ્યું હતું કે, દિલ્હી કેપિટલ્સ સારું રમશે અને પોતે નવી ભૂમિકા માટે ઉત્સાહિત છે.

ઇ-પેપરના નવા શુલ્ક