જાહેર
જીવનના 25 વર્ષ પૂરાં થતાં વડાપ્રધાને કહ્યું, દેશ માટે કર્મ જ ધર્મ ઃ ગુજરાતમાં ઘણું
શીખ્યો, ઘણું કરવાનું છે
નવી
દિલ્હી, તા. 7 ઃ પોતાના જાહેર જીવનનાં 25 વર્ષ પૂરા થવાના માનમાં યોજિત એક સમારોહમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જણાવ્યું હતું કે, જ્યાં સુધી આપણો ભારત દેશ વિકસિત
નહીં થાય ત્યાં સુધી થાકવાનો નથી કે અટકવાનો નથી. લગભગ એક કલાકના ભાષણમાં વડાપ્રધાને
કહ્યું હતું કે, વી વિલ ડુ ઇટ... આપણે કરીને બતાવશું. હું મહત્ત્વાકાંક્ષી નથી, મિશન
માટે જીવું છું.
જેમણે
મને પાડÎો તેમણે જ ઊભા થતા શીખવ્યું, જેમણે મારો વિરોધ કર્યો તેમણે જ લોકતંત્રની શક્તિ
સમજાવી.
મોદીએ
કહ્યું હતું કે, 25 વર્ષ પાછું વળીને જોતાં ઉપલબ્ધિઓથી વધુ કૃતજ્ઞતાનો ભાવ થાય છે.
દરેક ઘટનાએ કંઇક શીખવ્યું, નમ્ર થવાનું શીખવ્યું.
ઇશ્વરને
મારી એ જ પ્રાર્થના છે કે શીખતા રહેવાની ઇચ્છા કદી ઓછી ન થાય. 25 વર્ષનું મૂલ્યાંકન
તેનાથી નહીં થાય કે હું ક્યાં પહોંચ્યો, પરંતુ તેનાથી થશે કે મારો દેશ ક્યાં પહોંચ્યો.
વડાપ્રધાને
જણાવ્યું હતું કે, આઝાદી બાદ ખેતીમાં વૃદ્ધિનો દર 2015થી 2025ના દાયકા દરમ્યાન સૌથી
વધુ રહ્યો છે.
મોદીએ
જણાવ્યું હતુ કે, જીવનનું એક જ ધ્યેય હતું દેશ માટે નિઃસ્વાર્થ કર્મ... હું કર્મને
જ ધર્મ માનું છું, દેશ માટે કર્મ જ
સાધના
છે.
આજે
ગુજરાત પ્રગતિના પંથે દોડીને જ્યાં પહોંચ્યું છે તેનું ઉદાહરણ દુનિયા જોઈ રહી છે, ગુજરાતમાં
જે મળ્યું તેણે મને ઘણું બધું શીખવ્યું.
જે
હું શીખ્યો તે અનુભવ આજ સુધી કામ આવી રહ્યો છે. પ્રશાસનિક વ્યવસ્થાનું વધુ જ્ઞાન તે
વખતે નહોતું. માત્ર જનશક્તિ પર ભરોસો હતો. એ જ વિશ્વાસને મેં મારું સામર્થ્ય બનાવ્યું,
તેવું મોદી બોલ્યા હતા.
આ સમય
આરામનો નથી. સતત વિચારતા રહીને આગળ વધવાનો છે. આજે ભારતમાં જેટલા યુવાનો છે, તે ઈતિહાસ
પાસેથી
મળેલી
બહુ મોટી તક છે, જે આપણે ખોવાની નથી, તેવો સંદેશ વડાપ્રધાને દેશને આપ્યો હતો. મોદીએ
કહ્યું હતું કે, આજે આખી દુનિયામાં ભારતના પાઈલટની ચર્ચા છે. એક દિવસ એ પણ આવશે જ્યારે વિશ્વ મેઈડ ઈન ઈન્ડિયા વિમાનની
પણ ચર્ચા કરશે.
ભારત
દેખાડી રહ્યો છે દુનિયાને માર્ગ
સંઘ
વડા મોહન ભાગવતે સમાજની ભલાઈ માટે કામ કરવા કરી હાકલ
મુંબઈ,
તા.7 ઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે આજે કહ્યું કે ભારતના લોકોએ
પોતાની પરંપરાઓનું પાલન કરવું જોઈએ અને સમાજ અને દુનિયાની ભલાઈ માટે કામ કરવૃ જોઈએ.
તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે તમામે એક સંતોષજનક જીવન સુનિશ્ચિત કરવામાં યોગદાન
આપવું જોઈએ. વિશ્વ હિન્દુ પરિષદ (િવહિપ)ના દિવંગત અધ્યક્ષ અશોક સિંઘલની જન્મ શતાબ્દીના
ઉપલક્ષ્યમાં નાગપુર જિલ્લાના દેઓલાપુરમાં ગૌ-િવજ્ઞાન અનુસંધાન કેન્દ્રમાં અનેક યોજનાઓનું
ઉદઘાટન
કરતાં ભાગવતે જણાવ્યું હતું કે ભારતની પરંપરાઓ સમાજ અને દુનિયાની સલામતી અને કલ્યાણ
સુનિશ્ચિત કરવા માટે મહત્ત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું હતૃ કે આપણા જીવન, સમાજ, ધર્મની
સલામતી અને દુનિયાની ભલાઈ માટેનો રસ્તો દરેક દિવસની સાથે જરૂરી થઈ રહ્યો છે તે એ છે
કે ભારતના લોકોએ પરંપરા અનુસાર જીવવું જોઈએ અને સફળ થવું જોઈએ. દરેકનું જીવન સંતોષજનક
હોવું જોઈએ.
આરએસએસ
પ્રમુખે કહ્યું હતું કે સમાજના આકારની તુલનામાં સારા કામમાં લાગેલા લોકોની સંખ્યા ઓછી
છે. તેમણે સામાજિક કાર્યોમાં લોકોની ભાગીદારી વધારવાનૃ આહ્વાન કર્યું હતું.