બન્ને દેશોને ત્રણ મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ આપ્યો;
યુક્રેને કહ્યું: સૌથી વ્યાપક
નવી
દિલ્હી, તા. 7 : છેલ્લાં પાંચ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવામાં
ભારતની મોટી ભૂમિકાની રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અપેક્ષા છે, ત્યારે ભારતે યુદ્ધ
રોકવા ત્રણ સૂત્રનો શાંતિપ્રસ્તાવ બન્ને દેશને <આપ્યો છે. આ ભારતિય શાંતિપ્રસ્તાવમાં
બન્ને દેશોને એકબીજાનાં ઊર્જા સંયંત્રો પર હુમલા રોકવાની અપિલ સામેલ છે, જેનો હેતુ
વીજળી, ઊર્જા અને અન્ય જરૂરી સેવાઓને નુકશાનથી બચાવવાનો છે.
બીજા
મુદામાં કાળા સમુદ્રના બંદરો પરથી અનાજ અને અન્ય ખાદ્ય સામગ્રીની સુરક્ષિત અને અવરોધ
વિના અવર-જવર સુનિશ્ચિત કરવાની વાત કરાઈ છે.
યુદ્ધનાં
કારણે કાળા સમુદ્રનો માર્ગ વૈશ્વિક ખાદ્યાન્ન પુરવઠા માટે એક મહત્વપૂર્ણ મુદ્દો બની
રહ્યો છે.
ત્રીજા
મુદ્દામાં ભારતે રણનીતિક સમુદ્રી માર્ગો પરથી પસાર થતાં વ્યાપારી જહાજોની સુરક્ષાનો
પ્રસ્તાવ પણ સામેલ કર્યો છે.
વિદેશ
મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારતની ભૂમિકા માત્ર શાંતિની અપીલ સુધી સીમિત
નથી રહી, પરંતુ બેય દેશો સાથે વ્યવહારિક સ્તર પર વાતચીત પણ જારી છે.
યુક્રેને પણ ભારતની આ પહેલને વ્યાપક પ્રસ્તાવ લેખાવ્યો
હતો. યુક્રેની વિદેશમંત્રી આંદ્રી સિબિહાએ
ચાર આંતરરાષ્ટ્રીય પહેલોમાં ભારતની સૌથી વ્યાપક લેખાવી હતી.