• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

મહેસૂલી કર્મચારીઓએ માંડÎો મોરચો, કામગીરીને બ્રેક

અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, જામનગર, મોરબી, ગિર સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં કામગીરી ખોરવાઈ

 

રાજકોટ, અમદાવાદ, તા.7 ઃ ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આહ્વાનથી આજથી રાજ્યભરના વર્ગ-3 મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. નાયબ મામલતદારોની બઢતી-િસનિયોરિટી, રેવન્યુ તલાટીઓનો કાર્યબોજ ઘટાડવા સહિત 14 માગણીઓનું નિરાકરણ ન આવતા આંદોલન શરૂ કરાયું છે. રાજકોટ, વડોદરા, જૂનાગઢ, જામનગર, મોરબી, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં કામગીરી પર અસર પડી છે. આવક-જાતિના દાખલા, રાશનકાર્ડ, વારસાઈ તથા ઈ-ધરા સહિતની કામગીરી ખોરવાઈ, અરજદારો પરેશાન થયા છે.

અમદાવાદ, વડોદરામાં કામગીરી પર અસર જોવા મળી હતી. કર્મચારી મંડળના જણાવ્યા મુજબ આશરે 380 કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. કલેક્ટર કચેરી ખાતે કર્મચારીઓએ પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો. આવકના દાખલા, રેશનકાર્ડમાં સુધારા, ઈ-ધરામાં વેચાણ તથા વારસાઈની નોંધ સહિતની કામગીરી ખોરવાવાની ‘

શક્યતા છે.

રાજકોટ ઃ પડતર સેવાકીય પ્રશ્નોના નિરાકરણની માગ સાથે જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા છે. મહામંડળના જણાવ્યા મુજબ જિલ્લામાં મામલતદાર, પ્રાંત અને કલેક્ટર કચેરીના આશરે 450 વર્ગ-3 કર્મચારી હડતાલ પર છે. આવક-જાતિના દાખલા, વિધવા સહાય અને રેશનકાર્ડની કામગીરી અટકતાં અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

જૂનાગઢ ઃ માસ સીએલ બાદ સરકાર તરફથી માગણીઓ અંગે ઉકેલ ન મળતા જૂનાગઢ જિલ્લાના 350થી વધુ મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓએ 2012ની સીધી ભરતીના નાયબ મામલતદારોને પ્રમોશન, સિનિયોરિટી યાદી તૈયાર કરવા અને રેવન્યુ તલાટીઓના જોબચાર્ટમાં સુધારા સહિતની માંગણીઓ રજૂ કરી છે.

વેરાવળ ઃ મહેસૂલી કર્મચારીઓએ વધતા કાર્યબોજ અને લાંબા સમયથી પડતર સેવાકીય પ્રશ્નોને લઈને હડતાળ શરૂ કરી છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે રેવન્યુ તલાટીઓને જોબચાર્ટમાં ન હોય તેવી તથા અન્ય વિભાગોની કામગીરી પણ સોંપાય છે. ઉપરાંત દૂરના જિલ્લાઓમાં થયેલી બદલીઓમાં સુધારો અને 2012ની સીધી ભરતીના નાયબ મામલતદારોના પ્રમોશનની માગ કરવામાં

આવી છે.

જામનગર ઃ ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આહવાનથી જામનગર જિલ્લાના 260 જેટલા કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા છે. અગાઉ 5 ઓક્ટોબરે કર્મચારીઓએ માસ સીએલ લઈને વિરોધ નોંધાવ્યો હતો. હવે હડતાળને કારણે મહેસૂલી કચેરીઓની કામગીરીમાં વિક્ષેપ ઊભો થયો છે અને વિવિધ કામ માટે આવતા અરજદારોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

મોરબી ઃ પડતર 14 માગણીઓના ઉકેલ માટે મોરબી જિલ્લાના આશરે 200 મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. તાલુકા સેવા સદન ખાતે કર્મચારીઓએ એક

દિવસની ભૂખ હડતાળ પણ યોજી હતી. 2012ની સીધી ભરતીના નાયબ મામલતદારોની સિનિયોરિટી, જિલ્લા ફેરબદલીમાં પારદર્શિતા અને નવી ભરતી પહેલાં પ્રમોશન સહિતની માગણીઓ રજૂ કરવામાં આવી છે.

ખંભાળિયા ઃ રાજ્યવ્યાપી આંદોલનના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ પણ 7 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા છે. નિયમિત ખાતાકીય પરીક્ષાઓ, સિનિયોરિટી યાદી જાહેર કરવા અને અન્ય વિભાગની કામગીરી મહેસૂલી કર્મચારીઓ પાસેથી ન કરાવવાની માગ છે. 2012ની નાયબ મામલતદાર બેન્ચને પ્રમોશન અને રી-એડજસ્ટમેન્ટ આપવાની પણ રજૂઆત કરાઈ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક