• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

દિલ્હીમાં દંગલ ઃ રાહુલ-િપ્રયંકાની ફરી અટકાયત

જ્ઞાનેશનાં રાજીનામાની માગ સાથે જંતર-મંતર પહોંચે તે પહેલા જ ઝપાઝપી, બળપ્રયોગ ઃ રાહુલને ખભે નાખીને વાનમાં ચડાવાયા ઃ પ્રિયંકા રસ્તા ઉપર સૂઈ ગયા

નવી દિલ્હી, તા.7ઃ વોટ ચોરીનાં આરોપ સાથે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનાં રાજીનામાની માગણી  સાથે કોંગ્રેસનાં સાંસદ અને લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીની આગેવાની ચાલતા વિપક્ષી દળોનાં વિરોધ પ્રદર્શન અને આંદોલનમાં આજે રાજધાની દિલ્હીનાં માર્ગો ઉપર હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. રાહુલ ગાંધી તથા પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની ચૂંટણી પંચ વિરુદ્ધ જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન માટે પહોંચે તે પહેલા જ પોલીસે અટકાયત કરી લીધી હતી.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આયોજિત બપોરના ભોજન બાદ વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનના સાંસદો અને નેતાઓ જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન માટે જવા લાગ્યા ત્યારે દિલ્હી પોલીસે તેમને રસ્તામાં જ રોકી દીધા હતા. તેના કારણે જંતર-મંતર પહોંચતા પહેલાં જ રસ્તાઓ પર હોબાળો શરૂ થઈ ગયો હતો. આ દરમિયાન વિપક્ષી નેતાઓ અને દિલ્હી પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી પણ થઈ હતી. વિરોધ પ્રદર્શનમાં વિપક્ષી પક્ષોના અનેક સાંસદો પણ સામેલ થયા હતા. રાહુલ અને પ્રિયંકા વિરોધ કરી રહ્યા હતા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે રાહુલને બળજબરીથી ઉંચકીને બસમાં બેસાડી દીધા હતા. બીજીબાજુ પ્રિયંકાએ સ્થળ પરથી હટવાનો ઇનકાર કર્યો અને જમીન પર

પહેલા બેસી ગયા હતા અને પોલીસ દ્વારા દબાણ કરવામાં આવતાં તેઓ ત્યાં જ રોડ ઉપર આડા પડી ગયા હતાં. ત્યારબાદ પોલીસકર્મીઓ તેમને બળજબરીથી ઉઠાવીને બસમાં લઈ ગયા હતા.

છેલ્લા બે દિવસથી એસઆઈઆરના વિરોધમાં ચાલી રહેલા ધરણા-પ્રદર્શન દરમિયાન બંને નેતાઓની બીજી વખત અટકાયત કરવામાં આવી છે. મંગળવારે સાંસદો દ્વારા સંસદ ભવનથી ચૂંટણી સદન સુધી કાઢવામાં આવેલા લોકશાહી બચાવો કૂચ દરમિયાન બંને નેતાઓ આખો દિવસ આકાશવાણી ભવન પરિસરમાં રહ્યા હતા. આખો દિવસ ચાલેલા ધરણા-પ્રદર્શન બાદ મોડી સાંજે બંનેની અટકાયત કરીને કિંગ્સવે કેમ્પ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાત્રે તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

પોલીસે જ્યારે કોંગ્રેસના નેતાઓને ધરણા સ્થળેથી બળજબરીથી હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પ્રિયંકાએ હટવાનો ઈન્કાર કરી દીધો હતો  અને આરોપ લગાવ્યો હતો કે, ચૂંટણી પંચને મળવાની માગ કરી રહેલા સાંસદો સાથે પોલીસે મારપીટ કરી છે. મહિલા પોલીસકર્મીઓએ મને જમીન પર પાડી દીધી અને મને શરીર પર અનેક જગ્યાએ ઉઝરડાના નિશાન પડÎા છે. કંઈ પણ થઈ જાય, અમે પાછળ નહીં હટીએ. લોકોના હક માટે લડતા રહીશું. પ્રિયંકાને જ્યારે બળજબરીથી બસમાં બેસાડવામાં આવતાં હતાં ત્યારે તેઓ કહી રહ્યાં હતાં કે,આ કોઈ રીત નથી. દેશ જોઈ રહ્યો છે... શું થઈ રહ્યું છે. આ લડાઈ માત્ર અમારા માટે નથી, પરંતુ લોકશાહીના ભવિષ્ય માટે છે.

આ પહેલાં વિપક્ષી પક્ષોના સાંસદો બપોરના ભોજન માટે એકત્ર થયા હતા અને ત્યાંથી રાહુલ ગાંધી સાથે જંતર-મંતર ખાતે ધરણા-પ્રદર્શન માટે ગયા હતા. વિરોધ પ્રદર્શનમાં વિવિધ પક્ષોના સાંસદો હાજર રહ્યા હતા.

કોંગ્રેસના નેતાઓનો આરોપ છે કે કેટલાક સાંસદોની પણ અટકાયત કરવામાં આવી હતી અને તેમની સાથે પણ ગેરવર્તન કરવામાં આવ્યું હતું. ઈન્ડિયા ગઠબંધનના અનેક પક્ષોના સાંસદો વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામા તથા ચૂંટણી પંચ સાથે મુલાકાતની માંગને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન યુવા કોંગ્રેસ અને પાર્ટીની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈના અનેક કાર્યકરોની પણ પોલીસે જંતર-મંતર પરથી અટકાયત કરી હતી.

 

રાહુલને ખભે નાખીને પોલીસે વાનમાં ખસેડÎા

લોકસભા સાંસદ રાહુલ ગાંધીની જંતર-મંતર નજીક પોલીસે અટકાયત કરી હતી. ઈન્ડિયા બ્લોકના સાંસદોનું કહેવું છે કે પોલીસે તેમની સાથે મારપીટ કરી હતી અને તેમને વિરોધ સ્થળ તરફ જતા રોકવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીની અટકાયત દરમિયાન સ્થળ પર ભારે હોબાળો જોવા મળ્યો હતો. સામે આવેલા વીડિયોમાં પોલીસકર્મીઓ તેમને ખભા પર ઉઠાવીને ગાડીની અંદર ધકેલતા જોવા મળે છે. એક વીડિયોમાં જોવા મળે છે કે રાહુલ ગાંધી જ્યારે ગાડીમાં બેસી રહ્યા ન હતા ત્યારે પોલીસકર્મીઓએ તેમને બળજબરીથી ઉઠાવી લીધા હતા. જોકે, તે સમયે પણ રાહુલ ગાંધીએ વિરોધ કર્યો અને ગાડીના દરવાજા પર પગ અટકાવી દીધો હતો. અંતે પોલીસ તેમને ગાડીની અંદર લઈ જવામાં સફળ રહી હતી.

 

રાહુલને લઈ જતી દિલ્હી પોલીસની વાનમાં કોંગ્રેસ કાર્યકરોએ પાડÎું પંચર

આજે કાર્યકરો અને વિપક્ષી નેતાઓ સાથે રસ્તા પર ઉતરેલા રાહુલ ગાંધીની દિલ્હી પોલીસે અટકાયત કરી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસની બસ રાહુલ ગાંધી અને અન્ય કાર્યકરોને લઈને આગળ વધી હતી. જોકે, હજારો કાર્યકરોની હાજરીને કારણે બસની ગતિ ધીમી હતી. આ દરમિયાન કાર્યકરોએ દિલ્હી પોલીસની બસને પંચર કરી દીધી હતી. અહેવાલો અનુસાર, દિલ્હી પોલીસે એ જ પંચર થયેલી બસમાં રાહુલ ગાંધીને લઈ જવામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધીને છત્રસાલ સ્ટેડિયમ લઈ જવામાં આવ્યા હતા. બીજી તરફ, રાહુલ ગાંધીને પોલીસ બારાખંભા પોલીસ સ્ટેશન લઈ જઈ રહી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક