■ નૌકાદળમાં લાગશે બ્રહ્મોસ ફાયર
કન્ટ્રોલ સિસ્ટમ - લોન્ચર્સ
નવી
દિલ્હી, તા. 6 (પીટીઆઈ) : સંરક્ષણ મંત્રાલયે દેશના સુરક્ષાકવચમાં વધારો કરતાં મંગળવારે
ભારતીય નૌકાદળના જહાજો માટે બ્રહ્મોસ ફાયર કંટ્રોલ સિસ્ટમ અને લોન્ચર્સની ખરીદી માટે
લગભગ 661 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જેનો હેતુ તેની દરિયાઈ પ્રહાર
ક્ષમતાઓને વધારવાનો છે.
દેશના
વિવિધ ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો પર બ્રહ્મોસ શસ્ત્ર પ્રણાલીએ દરિયાઈ પ્રહાર કામગીરી માટે
નૌકાદળની પ્રાથમિક સપાટીથી સપાટી સુધી લક્ષ્યવેધ
મિસાઇલ પ્રણાલી છે. તે સુપરસોનિક ગતિએ ચોકસાઈ સાથે વિસ્તૃત રેન્જથી જમીન અને દરિયાઈ
લક્ષ્યોને નિશાન બનાવવામાં સક્ષમ છે.
મંત્રાલયે
એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે ‘બાય (ઇન્ડિયન-આઈડીડીએમ)’ શ્રેણી હેઠળ ભારતીય નૌકાદળના
જહાજો માટે બ્રહ્મોસ ફાયર કંટ્રોલ સિસ્ટમ અને લોન્ચર્સની ખરીદી માટે બ્રહ્મોસ એરોસ્પેસ
પ્રાઇવેટ લિમિટેડ (બીએપીએલ) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
આઈડીડીએમ
એટલે સ્વદેશી રીતે ડિઝાઇન, વિકસિત અને ઉત્પાદિત કરાયેલું. આમ, સ્વદેશી સુરક્ષા પ્રણાલી
ખરીદવા 661.50 કરોડ રૂપિયાના આ કરાર પર સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહની હાજરીમાં હસ્તાક્ષર
કરવામાં આવ્યા હતા.
‘ઓછામાં
ઓછા 68 ટકા સ્વદેશી સામગ્રી સાથે, આ પ્રોજેક્ટ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો સહિત
વિવિધ ભારતીય ઉદ્યોગોની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહિત કરે છે. જેનાથી ત્રણ વર્ષના
સમયગાળામાં રોજગારીનું સર્જન થશે.’ તેવું મંત્રાલયે જણાવ્યું હતું.
આ સિસ્ટમ
અને લોન્ચર્સ ભારતની દરિયાઈ સુરક્ષા માળખું અને સંરક્ષણ ક્ષમતાઓને પણ મજબૂત બનાવશે
અને અદ્યતન લશ્કરી ટેકનોલોજીને સ્વદેશી બનાવવાના કરાઈ રહેલા પ્રયાસોમાં એક ‘મહત્વપૂર્ણ
સીમાચિહ્ન’ બની રહે છે, તેવું જણાવાયું હતું.