• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

પાકિસ્તાની જાસૂસી નેટવર્ક : 13 નૌસેનાકર્મી તપાસનાં રડારમાં

હનીટ્રેપની આશંકા : 10 રાજ્યમાં કુલ 18 શકમંદો સામે તપાસ, તલાશી

નવીદિલ્હી,તા.10: પાકિસ્તાન સાથે સંકળાયેલા જાસૂસી નેટવર્કની તપાસમાં એક મોટું કાઉન્ટર ઈન્ટેલીજન્સ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આમાં 13 નૌસેનાકર્મીઓ સહિત કુલ 18 લોકો તપાસનાં દાયરામાં છે.

આ મામલો ભારતીય નૌસેના અને રક્ષા સંબંધિત સંવેદનશીલ જાણકારી ચોરવાની કોશિશનો છે. આંધ્રપ્રદેશ કાઉન્ટર ઈન્ટેલીજન્સ(સીઆઈ) સેલાની 12 ખાસ ટીમે 10 રાજ્ય અને કેન્દ્રીય પ્રદેશમાં તલાશી અભિયાન ચલાવ્યું છે. તપાસ અધિકારી શકમંદો અને પાકિસ્તાની જાસૂસી એજન્ટો વચ્ચે સંબંધોની તપાસ કરી રહ્યાં છે. જેમાં એક્રીપ્ટેડ પ્લેટફોર્મ દ્વારા થયેલી વાતચીત પણ સામેલ છે.

આ તપાસનાં કેન્દ્રમાં 31 વર્ષનો એક નૌસેના કર્મચારી પ્રદીપ મુખરજી છે. જેને કોઈમ્બતુરમાં આઈએનએસ અગ્રાનીમાં તાલીમ કાર્યક્રમ દરમિયાન ઝડપી લેવામાં આવ્યો હતો. તેના ઉપર પાકિસ્તાની એજન્ટોને સંવેદનશીલ જાણકારીઓ પૂરી પાડવાનો આરોપ છે. આ ઉપરાંત સોશિયલ મીડિયાથી કથિત હનીટ્રેપની પણ તપાસ કરવામાં આવી રહી છે. આમાં એક મહિલા સામેલ છે.

શંકા છે કે, તે પાકિસ્તાનની જાસૂસી એજન્સી સામે સંડોવાયેલી છે. પ્રદીત તેની સામે ઓનલાઈન સંપર્કમાં રહેતો હતો.

જે 18 લોકો સામે આની તપાસ ચાલે છે તેમાં 13 નૌસેના કર્મી છે. અત્યાર સુધીમાં પકડી પાડવામાં આવેલા બન્ને શકમંદો એકલા કામ કરતાં હતાં કે કોઈ મોટા નેટવર્કનો ભાગ હતાં તેની તપાસ કરવામાં આવી રહી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક