સૂત્રો
અનુસાર બન્ને ખેલાડી એકબીજાની સામે જોવાનું પણ ટાળતી હતી: મંધાનાએ પોસ્ટ શેર કરી તકરારની
ચર્ચાને પૂર્ણ વિરામ આપ્યું
નવી
દિલ્હી, તા. 7 : ભારતીય મહિલા ક્રિકેટમાં મંગળવારે ઘણા બદલાવ જોવા મળ્યા હતા. હરમનપ્રીત
કૌરે ક્રિકેટના તમામ પ્રારૂપમાંથી કેપ્ટનશીપ છોડી હતી. બીસીસીઆઇએ સ્મૃતિ મંધાનાને તમામ
પ્રારૂપમાં કેપ્ટનશીપની જવાબદારી સોંપી હતી. હવે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો
છે જેણે ભારતીય ક્રિકેટ ચાહકોને હેરાન કર્યા છે.
જો
કે ટીમની કમાન સંભાળ્યા બાદ સ્મૃતિ મંધાનાએ હરમનપ્રીત કૌરને લઈને એક મેસેજ શેર કર્યો
હતો. હરમનપ્રીતની તસવીર શેર કરીને મંધાનાએ લખ્યું હતું કે આટલા વર્ષ સાથે રમવાનો અનુભવ
સુખદ રહ્યો છે. હરમનપ્રીતની કેપ્ટનશીપના 10 વર્ષ શાનદાર રહ્યા છે અને સાથે મળીને આગળ
પણ દેશ માટે વધારે ગૌરવ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે.
અગાઉના
રિપોર્ટ અનુસાર સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર વચ્ચે કેપ્ટનશીપનાં કારણે તકરાર જોવા
મળી રહી હતી. જેનાં કારણે ભારતીય ટીના ડ્રેસિંગ રૂમનો માહોલ ખૂબ જ અસહજ બની રહ્યો હતો.
એક સૂત્ર મારફતે બહાર આવેલા અખબારી અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે સ્મૃતિ મંધાના
અને હરમનપ્રીત કૌર છેલ્લા અમુક સમયથી એકબીજાની સામે જોવાનું પણ ટાળી રહી હતી. જેનાં
કારણે ડ્રેસિંગ રૂમમાં તણાવ જેવો માહોલ બની રહ્યો હતો.
જાણકારી
અનુસાર અમુક સમય પહેલા બીસીસીઆઇની સમીક્ષા બેઠક થઈ હતી. ત્યારબાદ હરમનપ્રીતે કેપ્ટનશીપ
છોડવાનો નિર્ણય લીધો હતો. 2017માં પહેલી વખત ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળનારી હરમનપ્રીત
કૌરે પોતાનાં નેતૃત્વમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલની રક્ષા કરી હતી જ્યારે સ્મૃતિ
મંધાના સતત સારી બેટિંગ કરી રહી છે અને તેણે થોડા સમય પહેલા સંકેત આપ્યો હતો કે પેતે
કેપ્ટનશીપ માટે તૈયાર છે.