બંગલાદેશના
જળ વિશેષજ્ઞ મંજૂર ચૌધરીએ કહ્યું, સમજૂતીમાં ઘણી ખામીઓ, બદલાવ જરૂરી
ઢાકા,
તા. 7 ઃ બંગલાદેશે ગંગા જળ સમજૂતીને લઈને ભારત તરફ આંગળી ચિંધી છે. બંગલાદેશના પ્રમુખ
નદી જળ વિશેષજ્ઞ મંજૂર એ. ચૌધરીએ કહ્યું હતું કે, ભારત અને બંગલાદેશ વચ્ચે 1996માં
થયેલી ગંગા જળ સમજૂતી અને જૂની અને ઘણા અર્થે દોષપૂર્ણ બની છે. જેમાં કોઈ ગેરન્ટીની
જોગવાઈ નથી અને નદીના પ્રવાહ સહિતના મુદ્દાને પર્યાપ્ત જગ્યા આપવામાં આવી નથી.
રિપોર્ટ
અનુસાર બંગલાદેશના નેશનલ રિવર કન્ઝર્વેશન કમિશનના પૂર્વ અધ્યક્ષ મંજૂર ચૌધરીએ કહ્યું
હતું કે, વર્તમાન ગંગા જળ સમજૂતી ડિસેમ્બરમાં
પૂરી થવાની છે. તેવામાં બન્ને દેશોએ અત્યાર પૂરતી ત્રણ વર્ષ માટેની સમજૂતી કરવી જોઈએ.
ચૌધરી અનુસાર ગંગા જળ સમજૂતી ત્રણ દશક જૂની છે અને તેમાં ઘણી મહત્ત્વની બાબતોને સામેલ
કરવામાં આવી નથી. વધુમાં વાતાવરણ અને નદીના પ્રવાહને પણ સ્થાન મળ્યું નથી.
ચૌધરીએ
કહ્યું હતું કે, ભારત સામાન્ય રીતે ગંગા જળ સમજૂતિને ભારત-બંગલાદેશ વચ્ચેની દ્વિપક્ષીય
સમજૂતી ગણે છે. જો કે અછતના મહિનાઓમાં નેપાળની ઘાઘરા, ગંડક અને કોસી નદીમાંથી મોટા
પાયે પાણી ગંગામાં આવે છે. જો ગંગાની પૂરી રીતે દેખરેખ કરવી હોય તો આ તમામ નદીઓની દેખરેખ
પણ જરૂરી બનશે.