• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

avshan nodh

ત્વચાદાન, ચક્ષુદાન

રાજકોટ: નિલાબેન પ્રફુલ્લચંદ્ર કોઠારીનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન કરાયું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 902મું ચક્ષુદાન તથા 54મું સ્કીન ડોનેશન થયું છે. ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન વિજયભાઈ ડોબરિયાના સહયોગથી થયું છે.

રાજકોટ: બ્રહ્મક્ષત્રિ સ્વ. વલ્લભદાસ કેશવજી પડીયાના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં.69) તે સ્વ.ચંદ્રિકાબેન પડીયા, ભાવનાબેન પડીયાના પતિ, દિનેશભાઈ, મનોજભાઈના મોટાભાઈ, હિતેશભાઈ, જયભાઈના પિતા, સ્વ.કુંદનબેન છાંટબાર, સ્વ.લીલાબેન જોગી, પ્રફુલાબેન બોસમીયાના ભાઈનું તા.8 ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.10 ના સાંજે 4:30 થી 6 સ્થળ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડક રોડ,

રાજકોટ છે.

રાજકોટ: બામણબોરવાળા સ્વ.કેશવલાલ મગનલાલ કોટેચાના દીકરી રાજકોટ નિવાસી સ્વ.લતાબેન કિશોરભાઈ જોબનપુત્રા (ઉ.64) તે રાજકોટ નિવાસી સ્વ.પ્રેમજીભાઈ ગોકળદાસ જોબનપુત્રાના દીકરા, અશ્વિનભાઈના નાનાભાઈ કિશોરભાઈ જોબનપુત્રાના પત્ની, સુનિલભાઈ, રવિભાઈ, રાહુલભાઈના માતા, પરેશભાઈ, અજયભાઈ, દિલીપભાઈના કાકીનું તા.8 ના અવસાન થયું છે. બેસણુ, પિયર પક્ષની સાદડી તા.9 નાં સાંજે પ થી 6, ધ સ્પેશ બિલ્ડીંગ, ક્લબ હાઉસની બાજુમાં, માધાપર ચોકડી પાસે, રાજકોટ છે.

વાંકાનેર: સ્વ.જ્યોતિબેન લલિતભાઈ સોલંકી (વાણંદ) (ઉં.59) તે લલિતભાઈ ટપુભાઈના પત્ની, મણીભાઈ શામજીભાઈ પ્રભુભાઈના નાનાભાઈના પત્ની, ધર્મેશભાઈ, ચંદ્રિકાબેનના માતાનું તા.7 નાં અવસાન થયું છે. બેસણુ તા.10 ના 3 થી 6 વાણંક સમાજની વાડી, દેના બેંકની સામે છે.

ઉના: મૂળ આમોદ્રા હાલ ઉના નિવાસી નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ પ્રવીણભાઈ હરિશંકર ઠાકર (ઉં.59, પાણી પુરવઠા બોર્ડના કર્મચારી) તે સ્વ.અનંતભાઈ તેમજ સંજયભાઈના ભાઈ, કનુભાઈ ઠાકર તેમજ જિતેન્દ્ર ઠાકર (પત્રકાર, ઉના)ના પિતરાઈ ભાઈ તથા પુનિત અને હાર્દિકના પિતાજીનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.9ને શુક્રવારે નાથળિયા ઉનેવાળ સમાજ કોમ્યુનિટી હોલ, દેલવાડા રોડ, ઉના ખાતે બપોરે 3થી 5 રાખેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક