• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

સજા માફીમાં સુપ્રીમ કોર્ટે ક્યાંક તો મર્યાદા રાખવી પડશે...

મૃત્યુદંડને આજીવન કેદમાં ફેરવવાની માગણી ઉપર જસ્ટિસ દીપાંકર દત્તાની કઠોર ટિપ્પણી

નવીદિલ્હી, તા.8: સુપ્રીમ કોર્ટમાં એક દોષિતને સજામાંથી છૂટ સંબંધિત કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ દીપાંકર દત્તાએ મૃત્યુની સજાને આજીવન કેદમાં બદલવાની અદાલતની પ્રવૃત્તિ ઉપર મોટી ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, માફ કરવાની પણ સુપ્રીમ કોર્ટની એક સીમા હોવી જોઈએ અને કોઈ એક બિંદુએ અદાલતે મર્યાદા રેખા ખેંચવી પડશે.

હત્યાનાં એક દોષી વ્યક્તિ તરફથી માગવામાં આવેલી સજામાંથી છૂટની અરજી ઉપર સુનાવણી કરતા જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ શીલ નાગુની પીઠે કહ્યું હતું કે, હત્યાનાં સમયે આ કેસમાં રેરેસ્ટ ઓફ ધ રેર સિદ્ધાંત એટલા માટે લાગુ થતો હતો કારણ કે તે સમયે હત્યાના અપરાધ ઓછા હતા અને આજે એવી સ્થિતિ નથી.

જસ્ટિસ દત્તાએ એ જૂના કેસનું ઉદાહરણ ટાંકીને કહ્યું હતું કે, એક કેસમાં પિતાએ મોટી પુત્રીની બળાત્કાર ગુજારી હત્યા કરી હતી અને પછી પેરોલમાં આવીને પત્નીની  પણ હત્યા કરી હતી. જો કે નાની પુત્રીની હત્યા ન કરી હોવાનું ધ્યાને લઈને સજા આજીવન કેદમાં બદલાય હતી. આવા મામલામાં માફીની પ્રવૃતિ ઉપર વિરામ મુકાવો જોઈએ તેમ કહ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક