• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

બેન્ક, સરકાર હવે મોબાઈલ પર : મોદી

નવી દિલ્હી, તા. 8 : આજે સરકારની બેન્ક, હોસ્પિટલ, સરકારી કચેરી જેવી સંખ્યાબંધ સુવિધાઓ, સેવાઓ, મોબાઈલ ફોન પર છે તેવું ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.

મોદીએ કહ્યું હતું કે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી અત્યાર સુધી લગભગ 50 લાખ કરોડ રૂપિયા સીધા લાભાર્થીઓના બેન્ક ખાતાંમાં જમા થઈ ચૂક્યા છે.<આ સિસ્ટમથી વચેટિયાઓ પર રોક લાગતાં લગભગ પાંચ લાખ કરોડ રૂપિયા ખોટા હાથોમાં જતા બચાવી શકાયા છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, આજે મોબાઈલ માત્ર ગપશપ, વાતચીતનું સાધન નથી રહી ગયો, પરંતુ સામાન્ય લોકો સુધી સરકારી સુધિવાઓ પહેંચાડવાનું પણ માધ્યમ બની ગયો છે.

ભાષા કે અંતરના અવરોધો ખતમ થઈ ગયા છે, હવે લોકોને કચેરીઓના ધક્કા ખાવા કે લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂર નથી પડતી. જેના કારણે પૈસા અને સમય બચે છે, તેવું તેમણે ઉમેર્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક