કોકરોચનું બેંગ્લુરુમાં પ્રદર્શન : દીપકે સાથે પ્રકાશ રાજ અને ધ્રુવ રાઠી જોડાયા : દિલ્હીમાં ત્રીજા દિવસે રાહુલ-પ્રિયંકા મેદાને
(વિશેષ
પ્રતિનિધિ તરફથી)
નવી
દિલ્હી તા. 8 : દેશમાં મતદાર યાદીના વિશેષ પુન:નિરિક્ષણ એટલે કે એસઆઈઆરને લઈને રાજકીય
ગતિરોધ વધુને વધુ ઉગ્ર બનતો જાય છે. ગુરૂવારે ત્રીજા દિવસે કોંગ્રેસ સહિત ઇન્ડિ ગઠબંધનના
નેતાઓએ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ચૂંટણી પંચ સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. દિલ્હીમાં
રાહુલ ગાંધી અને પ્રિયકા ગાંધી વાડરા સહિત અનેક વિપક્ષના નેતાઓને સતત બીજા દિવસે પોલીસે
અટક કરી હતી. દિલ્હી પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામે ત્રણ એફઆઇઆર કરી છે.
જેમાં પોલીસ કર્મચારીઓ સાથે કથિત મારપીટ, સરકારી કામમાં વિધ્ન અને પોલીસની કાર્યવાહીમાં
અંતરાય ઉભા કરવા જેવા આક્ષેપો કરવામાં આવ્યા છે.
એસઆઈઆર
મુદ્દે વિપક્ષનું આંદોલન હવે માત્ર મતદાર યાદીની સમીક્ષા પૂરતું સીમિત નથી રહ્યું.
ઇન્ડિ ગઠબંધને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણીને પણ આંદોલનનો
મુખ્ય
મુદ્દો બનાવ્યો છે. વિપક્ષનો આક્ષેપ છે કે મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં પારદર્શિતાનો
અભાવ છે અને તેના કારણે પાત્ર મતદારોના નામ બાકાત થવાની આશંકા છે. બીજી તરફ, ચૂંટણી
પંચ અને ભાજપ વિપક્ષના આક્ષેપોને નકારી રહ્યા છે અને આ પ્રક્રિયાને મતદાર યાદી સુદ્રઢ
બનાવવાની કવાયત ગણાવી રહ્યા છે.
દિલ્હીમાં
સતત ત્રીજા દિવસે પ્રદર્શન
રાષ્ટ્રીય
રાજધાનીમાં ગુરુવારે પણ ઇન્ડિ ગઠબંધનના નેતાઓ અને સાંસદોએ દેખાવો કર્યા હતા. વિપક્ષી
નેતાઓએ એસઆઈઆરમાં કથિત ગેરરીતિઓ અને મુખ્ય ચૂંટણી કમિશનર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.
બુધવારના વિરોધ પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત અનેક નેતાઓની
અટકાયત કરાયા બાદ ગુરુવારે રાજકીય તણાવ વધુ વધી ગયો હતો.
રાહુલ-પ્રિયંકા
સામે ત્રણ એફઆઈઆર
બુધવારના
વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હી પોલીસે ગુરુવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા
સહિત કેટલાક વિપક્ષી નેતાઓ સામે ત્રણ એફઆઈઆર નોંધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસોમાં
ફરજ પર તૈનાત પોલીસકર્મીઓ સાથે કથિત મારપીટ અને સરકારી કામમાં દખલગીરી કરવા સંબંધિત
આરોપો સામેલ છે. આ પહેલા મંગળવારે યોજાયેલા પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા
ગાંધી અને અન્ય નેતાઓ દ્વારા આકાશવાણી ભવન પરિસરમાં કથિત રીતે પરવાનગી વિના પ્રવેશ
કરવા બદલ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. વિપક્ષે આ કાર્યવાહીને રાજકીય દબાણનો ભાગ ગણાવી
છે.એફઆઇઆર અને અટકાયતની કાર્યવાહીએ એસઆઈઆર વિવાદને વધુ રાજકીય બનાવી દીધો છે. હવે કોંગ્રેસ
અને ભાજપ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપની સાથોસાથ પોલીસ કાર્યવાહી પણ રાજકીય ચર્ચાનો મોટો
મુદ્દો બની ગઈ છે.
ભાજપનો
પલટવાર
વિપક્ષના
સતત વિરોધ વચ્ચે ભાજપે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો પર રાજકીય વાતાવરણ બગાડવાનો
આક્ષેપ કર્યો છે. ભાજપનું કહેવું છે કે મતદાર યાદીનું પુનરીક્ષણ ચૂંટણી પ્રક્રિયાનો
નિયમિત ભાગ છે અને તેનો હેતુ મતદાર યાદીને વધુ સચોટ બનાવવાનો છે. સત્તાધારી પક્ષે વિપક્ષના
આક્ષેપોને રાજકીય પ્રેરિત ગણાવતાં કહ્યું છે કે ચૂંટણી પ્રક્રિયા અંગે જનતામાં ભ્રમ
પેદા કરવાને બદલે વિપક્ષે તથ્યોના આધારે પોતાની વાત રજૂ કરવી જોઈએ. ચૂંટણી પંચ પણ એસઆઈઆરને
નિર્ધારિત પ્રક્રિયા હેઠળ ચાલતી સામાન્ય કવાયત ગણાવી રહ્યું છે.
બિહારમાં
તેજસ્વી યાદવની આગેવાનીમાં પ્રદર્શન
એસઆઈઆરનો
મુદ્દો દિલ્હીની બહાર પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. બિહારમાં ઇન્ડિ ગઠબંધને ગુરુવારે પ્રદર્શન
કરીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ કરી હતી. આરજેડીના કાર્યકારી
અધ્યક્ષ અને બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવના નેતૃત્વમાં આરજેડી,
કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને સહયોગી પક્ષોના નેતાઓએ કૂચ કાઢી હતી. પોલીસે બેરિકાડિંગ
કરીને પ્રદર્શનકારીઓને અટકાવ્યા હતા. બિહારમાં એસઆઈઆરનો મુદ્દો રાજકીય રીતે ઘણો મહત્વપૂર્ણ
છે, કારણ કે મતદાર યાદી સંબંધિત વિવાદની અસર રાજ્યના ચૂંટણી રાજકારણ પર સીધી પડી શકે
છે.
બેંગ્લોરમાં
કોકરોચનું પ્રદર્શન
અહીં
ફ્રીડમ પાર્કમાં ગુરુવારે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ પ્રકર્શન કર્યું હતું. સીજેપી
સ્થાપક અભિજિત દીપકે, અભિનેતા પ્રકાશ રાજ, યુ-ટયુબર ધ્રુવ રાઠી મુખ્ય ચૂંટણી કમિશનર
જ્ઞાનેશકુમારનાં રાજીનામાંની માંગ સાથે પ્રદર્શનમાં સામેલ થયા હતા. આ લોકતંત્રની હત્યા
છે. ભાજપ ‘એક દેશ એક ચૂંટણી’નો નારો આપે છે, જ્યારે તેમનો હેતુ ‘એક દેશ એક પક્ષ’ બનાવવાનો
છે, તેવા પ્રહારો અભિજિતે કર્યા હતા.