• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

રાહુલે મહિલા પોલીસને અણછાજતો સ્પર્શ કર્યો : ભાજપ

નવી દિલ્હી, તા. 8 : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને એસઆઈઆરના વિરોધમાં દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યા છે. સાતમી ઓક્ટોબરે જંતર મંતર પાસે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પોલીસ વચ્ચે ઘર્ષણનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેને લઈને ભાજપ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે કે રાહુલ ગાંધીએ મહિલા પોલીસ કર્મચારીને અયોગ્ય રીતે અડયા હતા અને શારીરીક સંપર્ક કર્યો હતો તેમજ પ્રિયંકા દ્વારા કોણી મારીને હુમલો કરાયો હતો.

ભાજપ પ્રવક્તા સીઆર કેશવને વીડિયો શેર કરતા લખ્યું હતું કે સાંસદ કે વિપક્ષના નેતાની વાત જ નથી કરતા, કોઈ સભ્ય વ્યક્તિ પણ મહિલા પોલીસ કર્મચારી સાથે આવું અયોગ્ય વર્તન કેમ કરી શકે ? આવા વ્યવહારથી રાહુલ ગાંધી દેશની નારી શક્તિ અને મહિલાઓને શું સંદેશ આપી રહ્યા છે ? એક તરફ રાહુલ પિતૃસત્તાને ખતમ કરવાની વાતો કરે છે અને બીજી તરફ અશોભનીય વ્યવહાર કરી રહ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક