• શનિવાર, 13 જુલાઈ, 2024

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ: ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ અજીતાબેન પ્રફુલભાઈ દવે (ઉ.82) તે પ્રફુલભાઈ કે.દવે એડવોકેટ (િનવૃત્ત મેનેજર દેના બેંક)ના પત્ની, તે દેવાંગભાઈ દવે (એડવોકેટ), દિપ્તીબેન ભટ્ટ, સોનલબેન પંડયા, શીતલબેન પંડયા (એલઆઈસી), જ્યોતિબેન મહેતાના માતુશ્રી, તે મીનલબેનના સાસુ, તે સ્વ.શંકરલાલ દેવશંકરભાઈ ભટ્ટના પુત્રી, તે સ્વ.ઈન્દ્રવદનભાઈ, સ્વ.ધર્મેન્દ્રભાઈ, સ્વ.ભુપેન્દ્રભાઈ, મુકુંદભાઈ (લંડન), સ્વ.પ્રદીપભાઈ, સ્વ.નલીનીબેન વ્યાસ, પ્રતિભાબેન ભટ્ટ (લંડન)ના બહેન, તે મૃદુલાબેન વ્યાસ, હંસાબેન વ્યાસના ભાભી, તે આર્યનના દાદીનું તા.22ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.24ના સાંજે 5 થી 6-30, સ્વામિનારાયણ ગુરૂકુળ, સહજાનંદ હોલ, ઢેબર રોડ, રાજકોટ ખાતે છે. સદ્ગતના ચક્ષુઓનું દાન કરાયું છે.

રાજકોટ: વાટલિયા પ્રજાપતિ જય ચામુંડા પ્રિન્ટીંગ પ્રેસવાળા નાથાભાઈ ભાણજીભાઈ ઉનાગરના પુત્ર રાજુભાઈ (ઉ.59) તે ચંદુભાઈ ભાણજીભાઈ ઉનાગરના ભત્રીજા, તે વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ રાજકોટના પ્રમુખ યોગેશભાઈ નાથાભાઈ ઉનાગર તથા મહેશ્વરી મલ્ટી પ્રિન્ટવાળા હર્ષદભાઈ છગનભાઈ ઉનાગરના મોટાભાઈનું તા.22ના અવસાન થયું છે. બેસણું તા.26ના સોમવારે સાંજે 5 થી 6, વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી, ઉદયનગર-1, ભક્ત ગોરા કુંભાર ચોક, મવડી ચોકડી, રાજકોટ છે.

બગસરા: શારદાબેન મોહનલાલ ઠાકર (ઉ.90) તે નરેન્દ્ર, પ્રવીણ, કનક, અમરીશના માતુશ્રી, તે ડો.િસદ્ધાર્થ, ઋત્વિક, દેવ, માનસીના દાદી, તે પ્રકાશ, પરેશના મોટા બાનું તા.22ના અવસાન થયું છે. બેસણું તા.24ના સાંજે 4 થી 6, સી-27, એસ કુમાર રેસીડેન્સી, જૂનાગઢ રોડ, જેતપુર ખાતે તેમજ તા.27ના સાંજે 4 થી 6, બ્રહ્મ સમાજ, બગસરા છે.

પોરબંદર: રંજનબેન તે સ્વ.શાંતિલાલ (િદનુભાઈ) લીલાધર કોટેચાના પત્ની, તે જગજીવનભાઈ, કરશનદાસભાઈ, નરોત્તમભાઈના ભાભી, તે અતુલભાઈ, સ્વ.મીરાબેન તથા રશ્મીબેન જનકભાઈ ભાતેલીયા (દ્વારકા)ના માતુશ્રી, તે પ્રભુદાસ માધવજી માનસાતાની પુત્રીનું તા.22ના અવસાન થયું છે. સાદડી, પિયર પક્ષની સાદડી બંને તા.24ના 4-15 થી 4-45, લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલમાં ભાઈ-બહેનોની સંયુક્ત છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક