• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

અવસાન નોંધ

ચક્ષુદાન

રાજકોટ: જયકિશન ઇશ્વરલાલ કારેલિયાનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 808 ચક્ષુદાન થયેલ છે.

ભાવનગર: મોટાખોખરા નિવાસી, હાલ ભાવનગર, નિવૃત્ત એએસઆઇ, નરેન્દ્રગિરિ વશરામગિરિ ગોસ્વામીના પત્ની, હંસાબેન (ઉં.65) તે પ્રતાપગિરિ (ભાવનગર)ના નાના ભાઇના પત્ની, સ્વ. હરદેવગિરિ (મોટા ખોખરા) તથા જગદીશગિરિ તથા મહેશગિરિ (સુરત)ના ભાભી, શૈલેષગિરિ અને ગજેન્દ્રગિરિ તથા વિણાબેન સુરેશગિરિ (બોટાદ)ના માતા, દિલીપગિરિ, બટુકગિરિ, નિલેશગિરિ, ભાવેસગિરિ, હિતેશગિરિ, કિશન તથા અભિષેકગિરિ, ભાર્ગવગિરિ, મયંકગિરિના કાકી, અરવિંદપરી, વિનુપરી (માસ્તર) રહે. મોટી કુંડળના મોટાબેનનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.12ના 4થી 6 સિદસર રોડ, વાળંદ સોસા. કૈલાસ ધામ, પ્લોટ નં.65 ખાતે છે.

મોરબી: યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ મોરબી નિવાસી નવનીતભાઇ ત્રિપુરાશંકર દવેના પત્ની, નીતાબેન (ઉં.65) તે મિલનભાઇ, નિકુંજભાઇના માતા, સ્વ. ગિરીશભાઇ, અભયભાઇ, દીપકભાઇ, સ્વ. દિલીપભાઇ અને સ્વ. નયનાભાઇના ભાભીનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.12ના સાંજે 5થી 6 પંચમુખી હનુમાન મંદિર પ્રાર્થના હોલ ઉમા વિદ્યા સંકુલની સામે, વેજીટેબલ રોડ, સામાકાંઠે મોરબી-2 છે.

વાંકાનેર: ડો. હરેશભાઇ હિમતલાલ ભટ્ટના પુત્ર, નિરવભાઇ (ઉં.38) તે નિકુંજભાઇ, અર્જુનભાઇના મોટા ભાઇ, રાજેન્દ્રભાઇ, જયેશભાઇના ભત્રીજાનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4થી 6 ગાયત્રી મંદિર, આરોગ્યનગર વાંકાનેર છે.

રાજકોટ: ભાનુબેન જયંતીલાલ પુજારા (ઉં.81) તે સ્વ. જયંતીભાઇ લવજીભાઇ પુજારાના પત્ની, નીલાબેન (જ્યોતિબેન) શૈલેષભાઇ ચોલેરાના માતા, સ્વ. ચીમનલાલ, સ્વ. જમનાદાસ અને કૃષ્ણકુમારના ભાભી, નરેન્દ્રભાઇ, હસુભાઇ અને ચંદ્રવદનભાઇ પુજારાના કાકી, સ્વ. ગાંડાલાલ રણછોડદાસ કારીયાના પુત્રી, રામજીભાઇ તથા સ્વ. કિરીટભાઇના બહેનનું તા.10ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.12ના સાંજે 4થી 6 અવધેશ્વર મહાદેવ મંદિર, અયોધ્યા રેસીડેન્સી, અયોધ્યા ચોક, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ છે.

જેતપુર: બ્રહ્મક્ષત્રિય સ્વ. બાબુલાલ પ્રભુદાસ બોસમિયાના પુત્ર હરેશ (ઉ.64) તે સ્વ. પ્રકાશના નાના ભાઇ, ઘનશ્યામના મોટા ભાઇ, અભિષેક તથા ભરતના કાકા, વિણા નવનીતકુમાર નિર્મલ (સુરત), જયશ્રી જયેશકુમાર મચ્છર (ભાવનગર)ના ભાઇનું તા.9ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.12ના સાંજે 4-30 થી 6 સોમનાથ મંદિરે દેસાઇ વાડીએ, લૌકિક પ્રથા બંધ છે.

જૂનાગઢ: સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મૂળ જમનાવડ પીપળીયા હાલ જેતપુર મુકેશભાઇ ભટ્ટ (ઉ.66) તે સ્વ. દુર્ગાશંકર કાનજીભાઇ ભટ્ટના પુત્ર, રવિભાઇ, હેમાંગભાઇ અને નેહાબેન ચિંતનભાઇ દવેના પિતા, અશોકભાઇ, મનોજભાઇ, વસુબેન કિશોરભાઇ પંડયા (નાની મોણપરી), અરૂણાબેન કિરીટભાઇ દવે (મેંદરડા), નયનાબેન પંકજભાઇ પુરોહિત (જૂનાગઢ), જાગુબેન પ્રકાશભાઇ દવે (કેશોદ)ના ભાઇનું તા.11ના અવસાન થયું છે. બેસણું, સાદડી તા.13ના સાંજે 4 થી 5 કલાકે સોમનાથ મહાદેવ મંદિર, ટાકુડીપરા મેઇન રોડ, સોમનાથ ગાર્ડન સામે, મોઢવાડી રોડ, જેતપુર છે.

રાજકોટ: સ્વ. દલસુખલાલ રામજીભાઇ શાહના પુત્રવધુ અને સ્વ. કિર્તીભાઇના પત્ની અનિલાબેન શાહ (ઉ.79) તે નયનાબેન (નેહા), સ્વ. ભાવેશભાઇ, આનંદભાઇ, સંજયભાઇના માતા, જલ્પાબેન, સપનાબેન, બિંદીયાબેન, ધિમંતભાઇ અનંતરાય મહેતાના સાસુ, સ્વ. પુષ્પાબેન, સ્વ. યશોમતીબેન, (નીતાબેન), મગનલાલ ધરમશીભાઇ રવાણીના દીકરી, સ્વ. પ્રફુલભાઇ, સુભાષભાઇ, શિરીષભાઇ રવાણી તથા ઇલાબેન પ્રફૂલભાઇ કોઠારીના બેન, હેમ, કાશ્વિ, પરીજ્ઞા, દર્શ, સોહમ તથા સૌમ્યાના દાદીનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણું તા.13ના સવારે 9-30 થી 10 સુધી બેન્કર્સ રિક્રીએશન કલબનો હોલ શ્રોફ રોડ નવી કલેકટર કચેરીની બાજુમાં છે. પ્રાર્થના સભા તા.13ના શુક્રવારે સવારે 10-30 થી 12 આજ સ્થળે છે.

રાજકોટ: ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ બકુલચંદ્ર ચંદુલાલ દવે (ઉ.83) (જમીન વિકાસ બેંક) તે ઉષાબેન (કોટક સ્કૂલ)ના પતિ, નિરજભાઇ દવેના  પિતા, તીમાબેનના સસરા, ભુવનેશના દાદા, ભરતભાઇ જોષી (રેલવે) તથા વિપુલભાઇ ભટ્ટના મામાનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.12ના સાંજે 4 થી 5-30 ધારેશ્વર મંદિર, ભક્તિનગર સર્કલ રાજકોટ છે. મો.નં. 94262 46262.

રાજકોટ: ચંદ્રીકાબેન અનંતરાય સેજપાલ (ઉ.74) તે અનંતરાય મગનલાલ સેજપાલના પત્ની, દેવચંદભાઇ, રાજેન્દ્રભાઇના ભાભી, ચેતનાબેન ધર્મેન્દ્રભાઇ સોમૈયા, બીનાબેન, લાલજીના માતા,  ધર્મેન્દ્રભાઇ મનસુખભાઇ સોમૈયાના સાસુ, જગજીવનભાઇ ભવાનભાઇ કક્કડની પુત્રી, પ્રભુદાસભાઇ, રમણીકભાઇ, ભાનુબેન, જસવંતીબેન, હંસાબેન, દમયંતિબેન, વસુબેનના બહેનનું તા.10ના અવસાન થયું છે. બેસણું: તા.12ના સાંજે 4-30 થી 5-30 પિયરપક્ષની સાદડી સાથે ધર્મેશ્વર મહાદેવ મંદિર, રાજ બેંકનીપાછળ, ધર્મનગર મેઇન રોડ, નાણાવટી ચોક પાસે, રાજકોટ છે.

રાજકોટ: જશવંતભાઇ જાદવજીભાઇ જાખરીયા (ઉ.90)  તે મૂળ જામ જોધપુરવાળા તે સ્વ. છગનભાઇ, સ્વ. મનસુખભાઇ, સ્વ. કિશોરભાઇ, સ્વ. પ્રભુદાસભાઇ, સ્વ. સુરેશભાઇ, હરીશભાઇ તેમજ રંજનબેન જિતેન્દ્રકુમાર (દરજી) પરમારના ભાઇ, નયનાબેનના પતિ, સ્વ. નમ્રતાબેન, જીગ્નેશભાઇના પિતા, દર્શનાબેનના સસરા, આરાધ્યા, જશના દાદા, ભુપતભાઇ પોપટભાઇ ટંકારીયાના બનેવીનું તા.10ના અવસાન થયું છે. બેસણું, સાસરા પક્ષની સાદડી તા.12ના સાંજે 4 થી 5 રાજકોટ મચ્છુ કઠિયા સઇ સુતાર કમળ ગંગાવાડી 22/24 વિજય પ્લોટ, રાજકોટ છે.

જામનગર: મયુરકુમાર જમનાદાસ બથીયા (લાંબાવાળા, હાલ જામનગર)(ઉં.61) તે સ્વ.જમનાદાસ હરીદાસ બથીયાના પુત્ર, સ્વ.અરવિંદભાઈના નાનાભાઈ, ભાવેશભાઈના મોટાભાઈ, ધવલભાઈના પિતા, રંજનબેન ભરતભાઈ દતાણી, હીનાબેન નીલેશકુમાર મજીઠીયાના ભાઈ, કૃપા ઋત્વિજ સોનેચા, માનસી દર્શન માણેકના પિતા, સ્વ.હરિદાસ નાનજીભાઈ ગોકાણી (ભાટિયા)ના જમાઈનું તા.10ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, પિયર પક્ષની સાદડી તા.12ના સાંજે 4 થી 4-30, નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી, જામનગર છે.

પોરબંદર: શ્રીનગર ગામના ભગવાનજી લીલાધર પુરોહીત (ઉં.102)(વાછરાડાડાના ભુવા) તે અમૃતલાલ, રતિલાલ, ગોકરભાઈ, મંજુબેન, કાંતાબેન (મોડપર) અને સવિતાબેનના પિતાનું તા.10ના અવસાન થયું છે. બેસણું તેમના નિવાસ સ્થાને છે.

રાજકોટ: મુળ જેતલસર હાલ રાજકોટ નિવાસી નિવૃત્ત તલાટી મંત્રી અશોકભાઈ જટાશંકરભાઈ પંડયા (ઉં.65) તે પાર્થ, વિવેકના પિતાનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.12ના બપોરે 3 થી 6, રૈયાણી સમાજની વાડી, જેતલસર  છે.

જામનગર: ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ (વહેવાર વાળા) નટવરલાલ જટાશંકર રાવલ (નટુ મહારાજ)ના પત્ની કંચનબેન (ઉં.78) તે પરેશભાઈ, ધર્મેશભાઈ (પ્રેસ ફોટોગ્રાફર), ઉષાબેન વ્યાસના માતા, પુજાબેન, ભાવનાબેન, રાજેશકુમાર વ્યાસના સાસુ, ઓમ, હર્ષ, જાનકી, નંદા, નીશા વ્યાસ, ભુમિ બારડ, વૃષ્ટિના દાદી, દિલીપભાઈ દવે, રાજુભાઈ અને કમળાબેન રાવલના બહેનનું તા.11ના અવસાન થયું છે. ઉઠમણું તા.12ના સાંજે 4 થી 4-30, પાબારી હોલ, સેલરમાં, તળાવની પાળ, જામનગર છે.

મોરબી: હસમુખભાઈ પ્રાણજીવન શેઠ તે લીલમબેન પ્રાણજીવનભાઈ શેઠના પુત્ર, જયેન્દ્રબેન સુરેશભાઈ સંઘવી, તારાબેન પ્રવીણભાઈ મહેતા તથા હરીશભાઈ શેઠના ભાઈ, ભાવિન, વિક્રમ શેઠ, ભાવનાબેન પંકજભાઈ દોશી (જુનાગઢ)ના પિતાનું તા.8ના અવસાન થયું છે. ઉઠમણું તા.12ના સવારે 10 કલાકે દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, જુની બેંક ઓફ બરોડા સામે, જુના બસ સ્ટેન્ડની પાસે છે.

ઇ-પેપરના નવા શુલ્ક