જૂનાગઢના કંડકટરે 11 મુસાફરને
નકલી ટિકિટ આપી કરી છેતરપિંડી
જૂનાગઢ, તા.8: રાજકોટ એસ.ટી.
ડિવિઝનના મોરબી ડેપોની બસનું વંથલી ખાતે ચેકિંગ કરાતા, કંડકટરે ટિકિટ મશીન સાથે ચેડા
કરી 11 મુસાફરોને ડુપ્લીકેટ ટિકિટો આપી એસ.ટી.તંત્ર સાથે રૂ.ર030ની છેતરપિંડી કર્યાની
કંડકટર સામે વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.આ અંગેની વિગત પ્રમાણે મોરબી ડેપોની એસ.ટી.બસ
નં.જી.જે.18 ઝેડટી-0717 લઈને કંડકટર પાર્થ જસવંતરાય મોદી વેરાવળથી રાજકોટ જનાર સાત
મુસાફરો પૈકી ચારને પોતાના મોબાઈલના કેમ સ્કનેરથી સ્કેન કરી, થર્મલ રીસીપ્ટ પ્રિન્ટરને
બ્લુટૂથથી કનેક્ટ કરી, ડૂપ્લીકેટ ટિકિટો આપી હતી તેમજ જૂનાગઢથી જનાર સાત મુસાફરોને
પણ ડૂપ્લીકેટ ટિકિટો આપી હતી.
આ બસને વંથલી બસ સ્ટેન્ડમાં ચેકિંગ
ટીમએ તપાસ કરતા બસમાં મુસાફરોની સંખ્યા તથા નીકળેલ ટિકિટોનાં તપાસના આધારે કારસ્તાન
પકડાતા એસ.ટી.ના અધિકારી હીરાભાઈ નેભાભાઈ ખાંભલાએ વંથલી પોલીસમાં કંડકટર પાર્થ મોદી
સામે રૂ.ર030ની ડૂપ્લીકેટ ટિકિટો કાઢી એસ.ટી. સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી
છે.