તળાજા: તળાજાના શેળાવદર ગામના સરપંચ વિરુદ્ધ દાઠા પોલીસ મથકમાં એક યુવતીએ દુષ્કર્મ કરી ગળું દબાવી દેવાની ધમકી આપ્યાની સરકારી હોસ્પિટલના બિછાનેથી ફરિયાદ આપતા પોલીસે સરપંચની ધરપકડ કરી છે. કાલે કોર્ટમાં રજુ કરવામાં આવશે.
તળાજા પંથકમાં ચકચાર મચાવતા બનાવની
વિગતો મુજબ, તળાજા હોસ્પિટલમાં ગઈકાલ રાત્રે સારવાર અર્થે પરિવાર સાથે આવેલ 19 વર્ષીય
યુવતીએ તાલુકાના શેળાવદર ગામના સરપંચ વલ્લભ વિરાભાઈ મકવાણા બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ
દાઠા પોલીસને નોંધાવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, ભોગ બનનાર યુવતી બપોરે બાજરો વાલવીને
ઘરમાં જતી હતી. તે સમયે આરોપીએ આવી પપ્પા વિશે પૂછપરછ કરી, આથી યુવતીએ પરિવારના સભ્યો
પ્રસંગમાં અને વાડીએ ગયા હોવાનું અને પોતે એકલી જ હોવાનું જણાવ્યું હતું. યુવતીની એકલતાનો
મોકો જોઈને 45 વર્ષના સરપંચ વલ્લભએ યુવતીને
ઢસડી બુમ ન પાડી શકે તે માટે મોઢું દબાવી, રૂમમાં ખેંચી લઈ જઈ ગળું દબાવવાની ધમકી આપીને
દુષ્કર્મ કર્યુ હતું. એ સમયે જ પીડિતાના મોટાબાએ રૂમનો દરવાજો ખોલતા પીડિતા બહાર આવી,
દીકરી જેવડી ઉંમરની યુવતી સાથે દુષ્કર્મ ગુજારનાર સરપંચ વલ્લભ ધક્કો મારીને બહાર જતો
રહ્યો હતો.
પો.ઇ . ચેતન મકવાણાએ જણાવ્યું કે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમને કોર્ટમાં
રજૂ કરવામાં આવશે. આ બનાવ તળાજા પંથકમાં રાજકીય
વર્તુળોમાં ખાસ ચર્ચાનો વિષય બન્યો છે.