• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

વાયબ્રન્ટ સમિટમાં પાવર, ઓઇલ- ગેસ ક્ષેત્રમાં સૌથી વધુ રોકાણ પ્રસ્તાવ મોટાં ઉદ્યોગોના 970 પ્રોજેક્ટમાં 5.65 લાખ કરોડ રોકાશે

રાજકોટ, તા.13 (ફૂલછાબ ન્યૂઝ) : વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક કોન્ફરન્સ રાજકોટમાં પૂરી થઇ. જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં 5492 પ્રોજેક્ટસમાં રૂ. 5.78 લાખ કરોડના રોકાણ માટે સમજૂતી કરાર થયાં છે. આ ઇરાદાપત્રો પૈકી મોટા ઉદ્યોગોમાં કુલ 970 પ્રોજેક્ટમાં રૂ. 5,65,780 કરોડના અને એમએસએમઇમાં કુલ 4,522 પ્રોજેક્ટમાં રૂ. 12,550 કરોડના સમજૂતી કરાર થયા છે.

કૃષિ અને ફૂડ પ્રોસાસિંગ ક્ષેત્રમાં 58 પ્રોજેક્ટ અંતર્ગત કુલ રૂ. 1,969 કરોડ, કેમિકલ, પેટ્રોકેમિકલ એન્ડ જી.આઇ.ડી.સી. લાર્જ પ્રોજેક્ટ ક્ષેત્રમાં 8 પ્રોજેક્ટ અંતર્ગત કુલ રૂ. 12,174 કરોડ, એન્જિનિયારિંગ, ઓટો અને અન્ય ઉદ્યોગોના ક્ષેત્રમાં 47 પ્રોજેક્ટ અંતર્ગત કુલ રૂ. 14,613 કરોડ તેમજ મિનરલ બેઇઝ્ડ પ્રોજેક્ટસ ક્ષેત્રમાં 606 પ્રોજેક્ટ અંતર્ગત કુલ રૂ. 6,022 કરોડનું પ્રસ્તાવિત રોકાણ થશે.

બંદર અને આધારિત ક્ષેત્રમાં 28 પ્રોજેક્ટ અંતર્ગત કુલ રૂ. 70,751 કરોડના એમ.ઓ.યુ.,પાવર ઓઈલ એન્ડ ગેસક્ષેત્રમાં 99 પ્રોજેક્ટ અંતર્ગત કુલ રૂ. 4,55,065 કરોડ, ટુરિઝમ એન્ડ સિવિલ એવિએશન ક્ષેત્રમાં 21 પ્રોજેક્ટ અંતર્ગત કુલ રૂ. 1,887 કરોડ તેમજ અર્બન ડેવલપમેન્ટ ક્ષેત્રમાં 50 પ્રોજેક્ટ અંતર્ગત કુલ રૂ. 966 કરોડના પ્રસ્તાવિત રોકાણ થશે.

વધુમાં, એનિમલ હસબન્ડરી, ફિશરીઝ એન્ડ કો-ઓપરેશન, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એજ્યુકેશન, એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ, ફાઇનાન્શિયલ સર્વિસ, હેલ્થ કેર એન્ડ ફાર્મા., ઇન્ડસ્ટ્રીયલ પાર્કસ, લોજાસ્ટિક પાર્કસ એન્ડ મીની એસ્ટેટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ બાયોટેકનોલોજી, રૂરલ ડેવલપમેન્ટ અને રૂર્બન હાઉસિંગ, સ્કીલ ડેવલપમેન્ટ, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન એન્ડ અધર ઇફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સ્પોર્ટ્સ, યુથ એન્ડ કલ્ચર, ટેક્સટાઇલ એન્ડ અપેરલ્સ, ટ્રાન્સપોર્ટ તથા વોટર સપ્લાય ક્ષેત્રમાં પણ વિવિધ પ્રોજેક્ટ્સમાં કરોડોનાં રોકાણ માટે સમજૂતિ કરાર કરવામાં આવ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક