362 કરોડના ખર્ચે બનશે લેબ, રાજ્યસરકાર કરશે સંચાલન : કેન્દ્રીય મંત્રી અમિત શાહે કર્યો શિલાન્યાસ
અમદાવાદ, તા.13 : કેન્દ્રીય ગૃહ
મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતની
પ્રથમ અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ ફેસિલિટી “બાયો સેફ્ટી લેવલ-4’’ લેબ તેમજ “એનિમલ બાયો-સેફ્ટી
લેવલ’’ સુવિધાનો શિલાન્યાસ કર્યો હતો.
આ સમારોહ દરમિયાન ગુજરાત બાયો-ટેક્નોલોજી રીસર્ચ સેન્ટરની “બાયો સેફ્ટી
લેવલ-4’’ સુવિધાને ભારત સરકારની 'BSL-3' નીતિ’’ અંતર્ગત ઍ“નેશનલ સેન્ટર ફોર હાઈ કન્ટેઈનમેન્ટ
પેથોજેન રિસર્ચ ફેસિલિટી’ ’તરીકે નિયુક્ત કરવા માટે કેન્દ્રીય બાયોટેકનોલોજી વિભાગ
દ્વારા ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગને લેટર ઓફ ઇન્ટેન્ટ એનાયત કરવામાં આવ્યો
હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, પુણે
બાદ દેશની આ માત્ર બીજી ઉચ્ચ સ્તરીય લેબ છે, પરંતુ રાજ્ય સરકારની વિશેષ પહેલથી રૂ.
362 કરોડના ખર્ચે નિર્માણ પામનારી આ દેશની પ્રથમ ઇજક-4 લેબ બનશે. ભવિષ્યમાં આ લેબ જીવલેણ
વાયરસો સામે લડવા માટે ભારતનું અભેદ સુરક્ષા કવચ અને જૈવ સુવિધાનો મજબૂત કિલ્લો પૂરવાર
થશે. ખાસ કરીને પશુઓમાંથી માણસોમાં ફેલાતી બીમારીઓને અટકાવવા માટે વડાપ્રધાને શરૂ કરેલા
“વન હેલ્થ મિશન’’ને આ લેબથી વેગ મળશે. વર્ષ 2027 સુધીમાં સેમિકન્ડક્ટર અને બાયોટેકનોલોજી
ક્ષેત્રમાં પણ ભારત વિશ્વસ્તરે પ્રથમ હરોળમાં હશે. મુખ્યમંત્રીએ ઇજક-4 લેબ કાર્યરત થવાથી હાઈ રીસ્ક
વાઈરસ પર રાજ્યમાં સંશોધન શક્ય બનાવાથી સમયસર, ચોક્કસ અને વિશ્વસનીય નિદાન ઉપલબ્ધ થશે
તેમજ આરોગ્ય તંત્ર વધુ સશક્ત અને સજ્જ બને તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું
કે, ગુજરાતની આ પ્રથમ અને દેશની અત્યંત મહત્વની સંશોધન સુવિધા વૈશ્વિક આરોગ્ય પડકારોનો
સામનો કરવામાં આ લેબ નિર્ણાયક સાબિત થશે.