• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

આજે વીજ, વીમા, બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાલ, પ્રજાજનો પરેશાન

રાષ્ટ્રીયકૃત બેંકો બંધ રહેશે-રપ હજાર કર્મીઓ જોડાશે, એલઆઈસીના 1700થી વધુ કર્મીઓ જોડાતા આંશિક બંધ જેવી હાલત, 7 હજાર વીજ ઈજનેરો જોડાશે પણ વીજ વિક્ષેપ નહી થવા દે

રાજકોટ, તા. 11: આવતીકાલ તારીખ 12 ફેબ્રુઆરીએ ગુજરાતની સરકારી વીજ કંપનીના 7 હજારથી વધુ ઈજનેરો, રપ હજારથી વધુ બેંક કર્મચારીઓ તેમજ ગુજરાતમાંથી 1700થી વધુ એલઆઈસી કર્મચારીઓ કેન્દ્રની નીતિના વિરોધમાં અને જુદી જુદી માગણીઓ સંદર્ભે હડતાલ કરી રહ્યા છે.

આ હડતાલ દેશભરમાં યોજાશે જેના માટે સરકારી સંસ્થાનોના કર્મચારીઓ સામૂહિક રીતે હડતાલ માટે એકસંપ થયા છે. જેના કારણે કામકાજ અટકી પડતા પ્રજાજનો વગર વાંકે હેરાન થઈ જશે. દેશવ્યાપી હડતાલને પગલેં એસબીઆઈ સિવાય તમામ રાષ્ટ્રીયકૃત બેંકો બંધ રહેશે, એલઆઈસીમાં ક્લાસ વન અધિકારીઓ સિવાય મોટાભાગના કર્મચારીઓ હડતાલમા જોડાશે, માટે એલઆઈસીના કામકાજ ઠપ રહેશે જ્યારે વીજ કર્મચારીઓ હડતાલમા જોડાઈ રહ્યા છે પરંતુ તેઓ બપોરે રિસેસના સમયમાં જ હડતાલ કરશે.વીજ વિક્ષેપ નહી થવા દેવાની ખાતરી આપી છે.

બેંક કર્મચારીઓની શું છે માગ ?

ઁ          સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સ દ્વારા ખાનગીકરણનો વિરોધ

ઁ          કોન્ટ્રાક્ટ લેબર, ચાર લેબરકોડ, વીજળી સુધારા બિલ અને મનરેગામાં ફેરફાર સામે વિરોધ

ઁ          બેંકોમાં પાંચ દિવસનું સપ્તાહ અમલી બનાવવા માગ

ઁ          બેંકોમાં પૂરતી ભરતી કરવી, જુની પેન્શન સ્કીમની તરફેણમાં નેશનલ પેન્શન સિસ્ટમ પાછી ખેચવી

ઁ          બેડ લોનની રિકવરી, જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ રોકવું,

ઁ          બેંકોની લોન લઈને નહી ચુકવનારા 57 લોકો પર બેંકોનું 85 હજાર કરોડનું બાકી લેણુ છે તે વસુલવું

ઁ          વીમા કંપનીઓમા મંજુર થયેલી 100 ટકા એફડીઆઈ પરત ખેચવાની માગ

વીજ કર્મચારીઓની શું છે માગ ?

ઁ          આઉટ સોર્સિંગ બંધ કરવું

ઁ          સીધી ભરતી દ્વારા નિયમિત જગ્યાઓ ભરવી

ઁ          હાલના આઉટ સોર્સના કર્મચારીઓને નિયમીત કરવા

ઁ          વીજ સુધારા બિલ ર025 અને પ્રસ્તાવિત રાષ્ટ્રીય વીજળી નીતિ તાત્કાલીક પાછી ખેંચી લેવી

ઇ-પેપરના નવા શુલ્ક