રાજકોટ,તા.11:
(ફૂલછાબ ન્યૂઝ) લઘુત્તમ ટેકાના ભાવથી ચણા અને રાઇની ખરીદી થાય તે માટે સરકારે આયોજન
કર્યું છે. પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં બન્ને પાકની ખરીદી થશે. વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને
ધ્યાને રાખીને ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે. એ માટે 13 ફેબ્રુઆરીથી
નોંધણીનો આરંભ કરાશે.
ટેકાના
ભાવે સરકારને વેચવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોએ તા. 13 ફેબ્રુઆરીથી 05 માર્ચ,
2026 દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી આધાર ઓથેન્ટીકેશન દ્વારા ‘ઇ-સમૃદ્ધિ’
પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. 2026-27 માટે ચણા માટે રૂ. રૂ. 5,875 પ્રતિ ક્વિન્ટલ
(રૂ. 1,175 પ્રતિ મણ) અને રાઇ માટે રૂ. 6,200 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1,240 પ્રતિ મણ)
ભાવ જાહેર કરવામાં આવ્યો છે.