183
રનના વિજય લક્ષ્યાંક સામે આયરલેન્ડ 115 રનમાં ઢેર નાથન એલિસ અને એડમ ઝમ્પાની 4-4 વિકેટ
કોલંબો
તા.11: ટી-20 વર્લ્ડ કપના ગ્રુપ બીના આજના મેચમાં આયરલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાનો 67 રને
ભવ્ય વિજય થયો હતો. 183 રનના વિજય લક્ષ્યાંક સામે આયરલેન્ડ ટીમ 16.પ ઓવરમાં 11પ રનમાં
ઢેર થઇ ગઇ હતી. પ્લેયર ઓફ ધ મેચ મીડીયમ પેસ બોલર નાથન એલિસે 12 રનમાં 4 વિકેટ લીધી
હતી. સ્પિનર એડમ ઝમ્પાને પણ 23 રનમાં 4 વિકેટ મળી હતી.
પ્રથમ
દાવ લેનાર ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 6 વિકેટે 182 રન કર્યાં હતા. અનફિટ મિચેલ માર્શની
અનુપસ્થિતિમાં ટ્રેવિસ હેડે કપ્તાની સંભાળી હતી. તે 6 રને આઉટ થયો હતો. જોશ ઇંગ્લીશે
37, કેમરૂન ગ્રીને 21 અને મેટ રોનશેએ 37 રન કર્યાં હતા. ડેથ ઓવર્સમાં માર્કસ સ્ટોઇનિસે
પાવર હિટિંગ કરીને 29 દડામાં 4પ રન બનાવ્યા હતા. આયરલેન્ડ તરફથી માર્ક અડિરને 2 વિકેટ
મળી હતી.
183
રનના ટાર્ગેટ સામે આયરલેન્ડ ટીમ ઓસ્ટ્રેલિયાની પેસ એન્ડ સ્પિન બોલિંગ સામે ટકી શકી
ન હતી અને 11પ રને ઓલઆઉટ થઇ ગઇ હતી. જેમાં જોર્જ ડોકરેલના 41 રન મુખ્ય હતા.