કોલંબો,
તા.11: ટી-20 વર્લ્ડ કપના પ્રારંભ સાથે જ ઓસ્ટ્રેલિયા ટીમને મોટો ફટકો પડયો છે. ટીમનો
કેપ્ટન અને ઓલરાઉન્ડર મિચેલ માર્શ ગ્રોઇન ઇન્જરીને લીધે આજે આયરલેન્ડ સામેના મેચની
બહાર થઇ ગયો હતો. તેની ગંભીર હોય શકે છે. આથી તેના કવરમાં તાત્કાલિક અસરથી અનુભવી બેટર
સ્ટીવન સ્મિથને કવર માટે બોલાવવામાં આવ્યો છે. સ્મિથ ઓસ્ટ્રેલિયાથી આવતીકાલે રવાના
થશે અને જલ્દીથી શ્રીલંકા પહોંચી ટીમ સાથે જોડાશે. હાલ તે ટ્રાવેલિંગ રિઝર્વ ખેલાડી
તરીકે રહેશે.
મિચેલ
માર્શની અનુપસ્થિતિમાં આયરલેન્ડ સામેના મેચમાં ટ્રેવિસ હેડે કપ્તાની સંભાળી હતી. ઓસ્ટ્રેલિયા
ટીમ પહેલાથી જ ઇજાની સમસ્યાનો સામનો કરી રહી છે. હેઝલવૂડ અને કમિન્સ ઇજાને લીધે વર્લ્ડ
કપની બહાર થયા હતા. બીજી તરફ સ્મિથે બિગ બેશ લીગમાં ધમાકેદાર દેખાવ કર્યો છે. આથી તે
કેપ્ટન મિચેલ માર્શના કવર તરીકે સામેલ થયો છે.