મહિલા પીઆઇએ ભવનાથ મંદિરમાં નોંધાવી ફરિયાદ
જૂનાગઢ,
તા.17: મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ મૃગીકુંડમાં શાહી સ્નાન કરનાર કિર્તી પટેલને બહાર
કાઢનાર મહિલા પી.આઇ કે.જે.મોડ સામે તોછડાઈ પૂર્વક વર્તન કરી ધમકી આપનાર વિવાદીત કીર્તિ
પટેલ સામે પી.આઇ. મોડએ ભવનાથ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મહાશિવરાત્રીની
મધરાતે દિગંબર સાધુઓ સાથે સાધવીના વેશમાં કીર્તિ પટેલે મૃગીકુંડમાં ડૂબકી લગાવી હતી.
આ અંગેની સ્થાનિક સાધુ સંતોને જાણ થતા તેઓએ તંત્રનું ધ્યાન દોરતા મેળા અધિકારીની સૂચના
મુજબ ફરજ પરના પી.આઇ. કે. જે. મોડ એ કીર્તિ પટેલને બહાર કાઢી હતી, ત્યારે આ કીર્તિ
પટેલે પીઆઇ મોડ સામે તોછડાઈ પૂર્વક વર્તન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને
ફરજમાં રોકાવટ કરી હતી. આ અંગે પી.આઇ. કે.જે.મોડએ ભવનાથ પોલીસમાં કીર્તિ પટેલ સામે
ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.