• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

Ai રોકશે સ્પામ કોલ, મેસેજ !

નવીદિલ્હી, તા.17 : સ્પામ કોલ અને મેસેજ લોકોની રોજિંદી સમસ્યા બની ગયા છે. જેનાથી અનેક પ્રકારના સાયબર ફ્રોડ થતા રહે છે. તેને ઘટાડવા માટે ટ્રાઈ એટલે કે, ટેલિકોમ નિયામક હવે અઆઈનો ઉપયોગ વધારવા માગે છે. એઆઈનો ઉપયોગ કરીને સિસ્ટમ અગાઉથી જ સ્પામ નંબર ઓળખી કાઢે અને તેની સામે કાર્યવાહી શરૂ કરવાનો ઈરાદો ટ્રાઈ ધરાવે છે. જો કે એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન, આઇડિયા આ યુક્તિના વિરોધમાં છે. તેનાં કહેવા અનુસાર નેટવર્ક લેવલે નંબરને બ્લોક કરવા જોખમી બની શકે છે.

ટેલિકોમ કંપનીઓનાં કહેવા અનુસાર એઆઈ હંમેશાં 100 ટકા સાચું નથી હોતું. ખોટી રીતે નંબરને સ્પામ ફ્લેગ આપી દેવામાં આવે તેનું જોખમ પણ રહેલું છે. આ સ્થિતિમાં કોઈ ખરા વપરાશકારો પણ પરેશાનીમાં મુકાઈ શકે છે. જો ખોટી રીતે કોઈ નંબર બંધ થઈ જશે તો પછી યુઝર માટે તેને પરત મેળવવો આસાન નહીં રહે. કેવાયસીથી માંડીને અન્ય લાંબી પ્રક્રિયામાંથી તેને પસાર થવું પડશે. જેમાં નાના વેપારી અને છૂટક કામ કરતાં લોકોને જ વધુ નુકસાન થઈ શકે છે.  હજી સુધી ટ્રાઈ તરફથી આવી રીતે ઓટોમેટિક નંબર બ્લોક કરવાનો નિયમ લાગુ તો નથી કર્યો પણ આના માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ પ્રસ્તાવિત સિસ્ટમ મુજબ જો કોઈ નંબર અનેક દિવસો સુધી સતત સ્પામ તરીકે ફ્લેગ થાય તો તેની સામે કાર્યવાહી થઈ શકે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

સુરતમાં યુવકને રેલવેમાં નોકરી અપાવવા નામે 47 લાખ પડાવનાર બે ઝડપાયા આરોપીઓએ મહિલા સહિત ત્રણ પાસેથી પણ લાખો રૂપિયા પડાવ્યા હોવાનુ સામે આવ્યુ February 18, Wed, 2026