આયરલેન્ડ-ઝિમ્બાબ્વે વચ્ચેનો ગ્રુપ Bનો નિર્ણાયક મેચ વરસાદમાં ધોવાયો
પલ્લેકલે
તા.16: ઝિમ્બાબ્વે અને આયરલેન્ડ વચ્ચેનો નિર્ણાયક મેચ વરસાદમાં ધોવાય ગયો હતો. આથી
2021ની ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા ટી-20 વર્લ્ડ કપ-2026માંથી બહાર થઇ ગઇ છે. બીજી તરફ
ગત વર્લ્ડ કપમાં કવોલીફાય ન થનાર ઝિમ્બાબ્વે ટીમ આ વખતે સુપર-8 રાઉન્ડમાં પહોંચી છે.
ઓસ્ટ્રેલિયાની સાથોસાથ આયરલેન્ડ ટીમ પણ વર્લ્ડ કપમાંથી આઉટ થઇ છે. ગ્રુપ બીમાંથી શ્રીલંકા
અને ઝિમ્બાબ્વેનો સુપર-8 રાઉન્ડમાં પ્રવેશ થયો છે.
આજનો
મેચ વરસાદને લીધે એક પણ દડો ફેંકાયા વિના રદ જાહેર કરાયો હતો. આથી ઝિમ્બાબ્વે અને આયરલેન્ડ
ટીમને 1-1 પોઇન્ટ મળ્યા હતા. આથી ઝિમ્બાબ્વે ટીમ 3 મેચમાં પ અંક સાથે સુપર-8માં પહોંચી
છે. ઓસ્ટ્રેલિયાના 3 મેચમાં ફકત 2 અંક જ છે. આથી તેના માટે હવે સુપર-8 રાઉન્ડના દ્વાર
બંધ થઇ ગયા છે. અંતિમ ગ્રુપ મેચમાં ઓમાન સામેની જીતથી પણ તેના અંકનો સરવાળો 4 પર અટકી
જશે. ઓમાન ટીમ પહેલેથી જ બહાર થઇ ચૂકી છે.
ઓસ્ટ્રેલિયાને
સોમવારના મેચમાં શ્રીલંકા સામેની હાર ભારે પડી છે. જયારે ઝિમ્બાબ્વે સામે તે ઉલટફેરનો
શિકાર બની હતી.ા]
સુપર-8
રાઉન્ડમાં ભારતની ટક્કર
22
ફેબ્રુઆરી વિ. દ. આફ્રિકા અમદાવાદ
26
ફેબ્રુઆરી વિ. ઝિમ્બાબ્વે ચેન્નાઇ
1 માર્ચ વિ. વેસ્ટ ઇન્ડિઝ કોલકતા
ગ્રુપ
B
ટીમ
મેચ જીત હાર પોઇન્ટ રનરેટ
શ્રીલંકા 3 3 0 6 +2.462
ઝિમ્બાબ્વે 3 2 0 પ +1.984
આયરલેન્ડ 4 1 2 3 +0.150
ઓસ્ટ્રેલિયા 3 1 2 2 +0.414
ઓમાન 3 0 3 0 -4.546