34 જિલ્લામાં 4,34,70,109 મતદારો હતા: 5,60,566 નવા મતદારો ઉમેરાયા
અમદાવાદ,તા.17
: ગુજરાતમાં તારીખ 27 ઓકટોબર-2025થી મતદાર
યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (જઈંછ)ની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સાડા ત્રણ માસ સુધી
હાથ ધરાયેલા વિવિધ તબક્કા બાદ આજે ચૂંટણી પંચ દ્વારા આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં
આવી છે. જેના મુજબ ગુજરાતના 34 જિલ્લા માટે ડ્રાફ્ટ પ્રમાણ 4,34,70,109 મતદારો જાહેર
કરાયા હતા. જેમાં, 9,56,121 મતદારોનો વધારો થયો છે અને 3,95,555 મતદારોનો ઘટાડો કરાયો
છે. આમ, 5,60,566 જેટલા નવા મતદારો ઉમેરાયા છે. આખરી જાહેર થયેલી મતદાર યાદી મુજબ હવે,
ગુજરાતમાં કુલ મતદારોની સંખ્યા 4,40,30,725 જેટલી છે.
રાજ્યના
મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાએ જણાવ્યું હતું કે, મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની
કામગીરી નિયત સમયમાં પૂર્ણ થાય તે માટે 34 જિલ્લા ચૂંટણી અધિકારી, 182 મતદાર નોંધણી
અધિકારી, 855 સહાયક મતદાર નોંધણી અધિકારી,
50,963 ઇકઘ અને અનેકની સહભાગિતા રહી છે. પરિણામ સ્વરુપ, નિયત સમય મર્યાદામાં કુલ 5,08,43,436
મતદારો પૈકી 4,34,70,109 મતદારો પાસેથી ગણતરી ફોર્મ મળ્યા હતા. આ તમામ ગણતરી ફોર્મનું
સંપૂર્ણ ડિજીટાઇઝેશન કરવામાં આવ્યું હતું. ઇકઘ દ્વારા સતત ડોર ટુ ડોર સર્વે કરવામાં
આવ્યો હતો. જેમાં અવસાન પામેલા, કાયમી ધોરણે સ્થળાંતર કરેલા તથા બે જગ્યાએ મતદાર તરીકે
નોધાયેલા મતદારોને ઓળખવામાં આવ્યાં હતાં.
મુસદ્દા
મતદાર યાદી પ્રસિધ્ધ થયા પહેલાં રાજ્યમાં કુલ 5,08,43,436 મતદાર નોંધાયેલા હતા. મુસદ્દા
મતદારયાદી પ્રસિધ્ધ થયાં બાદ કુલ મતદારોની સંખ્યા 4,34,70,109 રહેવા પામી હતી અને આખરી
મતદાર યાદીમાં 4,40,30,725 મતદારોના નામ રહેવા પામ્યા છે.
--------------
હજુ
પણ ભૂલ કે વાંધો હોય તેઓ ફોર્મ ભરી શકશે
1લી,
જાન્યુઆરી-2026ની લાયકાતની તારીખે 18 વર્ષ પુરા કરનાર યુવાનો આગામી સમયમાં પણ ફોર્મ
નં.6 ભરીને તેઓનું નામ ભવિષ્યમાં પ્રસિદ્ધ થનારી મતદાર યાદીમાં દાખલ કરાવી શકે છે.
આ ઉપરાંત ભુલ હોય કે વાંધો હોય તો પણ જુદા જુદા ફોર્મ ભરી મતદાર યાદીમાં નામ ઉમેરવાની
વ્યવસ્થા છે.
------------