‘ભારત-ફ્રાન્સ’ શિખર બેઠક બાદ એલાન : બન્ને દેશ વચ્ચે 20 મહત્ત્વના કરાર
મુંબઈ,
તા. 17 : ભારતના ચોથા સત્તાવાર પ્રવાસે આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેમુઅલ મૈંક્રોનું
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાગત કર્યું હતું. ‘ભારત-ફ્રાન્સ શિખર બેઠક’ બાદ
સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વનું એલાન કરીને કહ્યું
હતું કે બન્ને દેશ સાથે મળીને ભારતમાં એવાં હેલિકોપ્ટરનું નિર્માણ કરાશે જે માઉન્ટ
એવરેસ્ટ જેવી ઉંચાઈઓ પર ઉડાન ભરી શકે. ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ, શિક્ષણ, આરોગ્ય,
ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં 20થી વધારે મહત્વપૂર્ણ સમજૂતી કરારો થયા હતા.
ફ્રાન્સના
રાષ્ટ્રપતિની આજની મુલાકાત દરમ્યાન ભારતને 128 રાફેલ યુદ્ધ વિમાન આપવાના અગાઉથી ઘોષિત
થઈ ચૂકેલા સવા ત્રણ લાખ કરોડ રૂપિયાના મહત્વકાંક્ષી
સોદા પર હસ્તાક્ષર થવાના ઐતિહાસિક ઘટનાક્રમ પણ સૌની મીટ હતી. પરંતુ આ સોદા પર હસ્તાક્ષર
થયા નહોતા.
શિખર
બેઠક પહેલાં આજે સવારે મુંબઈની તાજ હોટેલ પર પહોંચીને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૈંક્રોએ
26-11 હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે, આતંકવાદ સામેની લડાઈમાં ફ્રાન્સ
ભારતની સાથે છે.
મોદીએ
ફ્રાન્સને ભારતનું ‘િવશેષ ભાગીદાર’ લેખાવતાં કહ્યું હતું કે, બન્ને દેશોએ સંબંધોને
‘સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ એટલે કે, ‘િવશેષ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી’ના
સ્તર સુધી ઊંચે લઈ જવાનો ફેંસલો કર્યો છે.
વડાપ્રધાન
મોદીએ એચ-125 હેલિકોપ્ટર વિશેષ વાત કરતાં જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાન્સ માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈ સુધી ઉડાન
ભરનાર વિશ્વનું પહેલું હેલિકોપ્ટર ભારતમાં બનાવશે તેનો ગર્વ છે.
આ હેલિકોપ્ટર
અમે સમગ્ર વિશ્વને નિકાસ કરીશું. ભારત અને ફ્રાન્સ વચ્ચે કોઈ સીમા નથી. થોડાક દિવસ
પહેલાં અમે યૂરોપિય સંઘ સાથે પણ વેપાર સંધી કરી. આ કરાર પર ભારત-ફ્રાન્સના?સંબંધોમાં
પણ અભૂતપૂર્વ ગતિ લાવશે તેવું મોદીએ જણાવ્યું હતું.
મોદીએ
કહ્યું હતું કે, અમે આરોગ્યમાં એઆઇના ઉપયોગ માટે ઇન્ડો ફ્રેન્ચ સેન્ટર તેમજ ડિજિટલ
વિજ્ઞાન-ટેક્નોલોજી માટે પણ આવું સેન્ટર શરૂ કરીશું.
આજે
દુનિયા અનિશ્ચિતતા, અસ્થિરતાના દોરમાંથી પસાર થઇ રહી છે, ત્યારે ભારત અને ફ્રાન્સની
ભાગીદારી, વૈશ્વિક સ્થિરતા માટે એક તાકાત છે તેવું તેમણે ઉમેર્યું હતું.
ફ્રેન્ચ
રાષ્ટ્રપતિ મૈંક્રોએ ઇંડિયા-ફ્રાન્સ ઇનોવેશન કોરમને સંબોધન કરતાં કહ્યું હતું કે, દુનિયાની
અનેક મોટી કંપનીઓના સીઇઓ ભારતીય છે. હવે ભારત નેતૃત્વ કરનારો દેશ બની ગયો છે.
સંયુક્ત
પત્રકાર પરિષદ સંબોધતાં મોદી બોલ્યા હતા કે, આતંકવાદના દરેક સ્વરૂપનો નાશ અમારી બેય
દેશની સહિયારી પ્રતિબદ્ધતા છે.
રાષ્ટ્રપતિ
બન્યા બાદ મૈંક્રોની આ ચોથી ભારતયાત્રા છે. પહેલાં માર્ચ 2018માં આવ્યા હતા, પછી સપ્ટેમ્બર
2023માં જી-20 શિખર બેઠક માટે, પછી જાન્યુઆરી-2024માં ગણતંત્ર દિવસના સમારોહમાં મુખ્ય
અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.