અરજીઓ બનાવવા વકીલો અશની મદદ લે છે, જેમાં બોગસ ઉદાહરણો હોય છે : CJI
નવી
દિલ્હી, તા. 17 : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)ના વિચાર્યા વગરના વિવેકહીન ઉપયોગ પર
સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે કહ્યું હતું કે,
ઘણા વકીલ મુસદા્ તૈયાર કરવા માટે એઆઇની મદદ લઇ રહ્યા છે. એ દરમ્યાન અન્ય ન્યાયમૂર્તિઓએ
પણ સૂર પુરાવતાં કહ્યું હતું કે, ડ્રાફ્ટમાં એવાં ઉદાહરણો અપાઇ રહ્યાં છે, જેનું અસ્તિત્વ
જ નથી.
કાયદા
જગતના જાણકારોનું સ્પષ્ટ કહેવું છે કે, એઆઇ ન્યાયમૂર્તિનું સ્થાન લઇ શકે નહીં : તે
માત્ર સહાયકની ભૂમિકા ભજવી શકે છે.
અરજીઓ
તૈયાર કરવા માટે એઆઇના ઉપયોગ પર સુપ્રીમ કોર્ટે સવાલ ઊઠાવ્યા હતા, જસ્ટિસ બી.વી. નાગરત્નએ
કહ્યું હતું કે, એવા કેસ આવે છે ઉદાહરણમાં જે હોતાં જ નથી.
મુખ્ય
ન્યાયમૂર્તિ બોલ્યા હતા કે, જસ્ટિસ, દીપાંકર દત્તા સાથે પણ એવું જ થયું. બતાવાયેલાં
તમામ ઉદાહરણ છે જ નહીં.
ન્યાયમૂર્તિઓએ
મત વ્યક્ત કર્યો હતો કે, કેસોનું ભારણ ઘટાડવા અને તાત્કાલિક નિકાલ માટે એઆઇના ઉપયોગના
પ્રકારો પર ધ્યાન અપાવું જોઇએ.
ન્યાયતંત્રના
દિગ્ગજોની ચર્ચાના અંતે એક સામાન્ય સહમતી સધાઇ કે એઆઇને ન્યાયિક તર્કના વિકલ્પનાં સ્થાને
માત્ર સહાયક ટૂલ તરીકે અપનાવવું જોઇએ