• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

રણજી ટ્રોફી સેમિ ફાઇનલમાં શમીનો સપાટો : 8 વિકેટ ઝડપી

શમીના શાનદાર દેખાવ છતાં બંગાળ સામે જમ્મુ-કાશ્મીર ટીમને જીતની તક

બીજા સેમિમાં કર્ણાટક સામે ઉત્તરાખંડ ફોલોઓન ભણી

લખનઉ/કલ્યાણી તા.17: ભારતીય ટીમની બહાર ચાલી રહેલ અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીએ રણજી ટ્રોફી સેમિ ફાઇનલમાં કાતિલ બોલિંગ કરીને 8 વિકેટ ઝડપી ફરી એકવાર પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે. જો કે શમીના શાનદાર દેખાવ છતાં બંગાળ સામે હરીફ ટીમ જમ્મુ-કાશ્મીર ટીમ વિજય ભણી છે.

બંગાળના પહેલા દાવમાં 328 રન થયા હતા. આ પછી આજે જમ્મુ-કાશ્મીર ટીમ 302 રને ઓલઆઉટ થઇ હતી. જેમાં કપ્તાન પારસ ડોગરાના પ8 અને અબ્દુલ સમદના 82 રન હતા. બંગાળ તરફથી શમીએ 22.1 ઓવરમાં 90 રનમાં 8 વિકેટ ઝડપી હતી. બીજા દાવમાં બંગાળ ટીમનો ધબડકો થયો હતો અને 99 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આથી જમ્મૂ-કાશ્મીર ટીમને 126 રનનું વિજય લક્ષ્ય મળ્યું હતું. ત્રીજા દિવસની રમતના અંતે તેના 2 વિકેટે 43 રન થયા હતા. જીતથી જેએન્ડકે ટીમ 83 રન દૂર છે. બીજા સેમિ ફાઇનલમાં કર્ણાટક ટીમનો પહેલો દાવ 194.4 ઓવર પછી 736 રને સમાપ્ત થયો હતો. જવાબમાં ઉત્તરાખંડના પ વિકેટે 149 રન થયા હતા. તે હજુ પ87 રન પાછળ છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

સુરતમાં યુવકને રેલવેમાં નોકરી અપાવવા નામે 47 લાખ પડાવનાર બે ઝડપાયા આરોપીઓએ મહિલા સહિત ત્રણ પાસેથી પણ લાખો રૂપિયા પડાવ્યા હોવાનુ સામે આવ્યુ February 18, Wed, 2026