• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

AIના મહાકુંભમાં અફરાતફરી : અશ્વિની વૈષ્ણવે માગી માફી

નેટવર્કની સમસ્યા, ખરાબ વાઇફાઇ, બેસવાની જગ્યાનો અભાવ અને ચોરી સહિતની ફરિયાદો મળી

નવી દિલ્હી, તા. 17 : દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત ઇન્ડિયા એઆઇ ઇમ્પેક્ટ સમિટના પહેલા દિવસે થયેલી અવ્યવસ્થા અને ભારે ભીડનાં કારણે હંગામા બાદ કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે સાર્વજનિક રૂપથી માફી માગી હતી. પ્રદર્શકોનો આરોપ હતો કે સુરક્ષા તપાસ દરમિયાન અચાનક સ્ટોલ ખાલી કરવા કહેવાયું હતું. આ ઉપરાંત ખરાબ વાઇફાઇ, મોબાઈલ નેટવર્કની સમસ્યા, બેસવાની સીમિત વ્યવસ્થા વગેરેની ફરિયાદો પણ મળી હતી.  આ ઉપરાંત ચોરીની ફરિયાદ પણ થઈ હતી.

એઆઈ ઇમ્પેક્ટ સમિટનું સોમવારે ઉદ્ઘાટન થયા બાદ હજારોની સંખ્યામાં સ્ટાર્ટઅપ સંસ્થાપક, ટેક દિગ્ગજ અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ પહોંચ્યા હતા. ભારે ભીડ અને પીએમ મોદીનાં આગમનનાં કારણે ભારે સુરક્ષા હતી અને તેનાં કારણે પરેશાની ઉભી થઈ હતી. ઘણા પ્રવેશ દ્વારે લાંબી કતારો જોવા મળી હતી. સુરક્ષા પ્રોટોકોલ અને વારંવારની તપાસના કારણે લોકોને કલાકો રાહ જોવી પડી હતી. આ ઉપરાંત નિયો સેપિયનના સીઇઓ ધનંજય યાદવે આરોપ મૂક્યો હતો કે સુરક્ષા તપાસમાં તેઓએ સ્ટોલથી બહાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના કિંમતી એઆઈ વિયરેબલ ડિવાઇસ ગાયબ થયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

સુરતમાં યુવકને રેલવેમાં નોકરી અપાવવા નામે 47 લાખ પડાવનાર બે ઝડપાયા આરોપીઓએ મહિલા સહિત ત્રણ પાસેથી પણ લાખો રૂપિયા પડાવ્યા હોવાનુ સામે આવ્યુ February 18, Wed, 2026