તાલુકા વિકાસ અધિકારીને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિયુક્ત કરાયા
જામનગર,
તા.21 : જામનગર તાલુકાનાં લાખાબાવળ ગામમાંથી કોલેરાનો પોઝિટિવ કેસ નોંધાયેલા છે. જેનો
ફેલાવો અટકાવવા માટે આ ગામને કોલેરા રોગગ્રસ્ત અને તેની આજુબાજુનો 2 કિ.મી.નો વિસ્તાર
કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કરાયો છે.
જામનગર
જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલાં જાહેરનામા મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય
અધિકારી તરફથી મળેલી દરખાસ્ત અન્વયે લાખાબાવળ ગામમાંથી કોલેરાના પોઝિટીવ કેસ નોંધાયેલા
હોવાથી કોલેરા રોગનો ફેલાવો થતો અટકાવવા માટે અને તાત્કાલિક પગલાં લેવા માટે એપેડેમીક
ડીસીઝ એકટ 1897ની કલમ 3 અન્વયે લાખાબાવળ ગામને કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર તરીકે અને
તેની આસપાસના 2 કિ.મી.ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો
છે. આ વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારીને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિયુક્તિ
કરી નિયંત્રણ હેઠળની તમામ સત્તાઓ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એનાયત કરવામાં આવી છે.