• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

પાકિસ્તાન-બાંગ્લાદેશની હરીફાઇમાં અલંગમાં આવતા જહાજનો પુરવઠો ઘટયો

ભારતમાં ગણ્યાંગાંઠયા જહાજોથી થતું શિપબ્રાકિંગ

રાજકોટ,તા.20: (ફૂલછાબ ન્યૂઝ) શીપ બ્રાકિંગ ઉદ્યોગમાં મંદ ગતિએ આવતા તોડવાપાત્ર જહાજો અને ધીમા વેપાર સોદાને લીધે ઉત્સાહનું વાતાવરણ નથી. થોડીઘણી પ્રવૃત્તિ બાંગ્લાદેશના યાર્ડઝમાં થઇ રહી છે. જોકે અલંગમાં કામકાજ ધીમું છે, પ્લોટ માલિકો પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે હરિફાઇયુક્ત બોલી લગાવે છે. કેટલાક જહાજ મળે છે પણ સ્ટીલના ભાવ તંદુરસ્ત નથી એટલે મુશ્કેલી છે. અગાઉ બંધ પડેલી રિરોલીંગ મિલોને માટે બીઆઇએસના ધારાધોરણોમાં છૂટછાટ આપવાની ચર્ચા થઇ હતી. જોકે બીઆઇએસ કે કેન્દ્ર સરકાર તરફથી હાલ કોઇ ગતિવિધિ આ દિશામાં નથી.

અલંગમાં રિસાયકલર્સે મર્યાદિત ટનેજ માટે આક્રમક રીતે સ્પર્ધા કરી હોવા છતાં પ્લેટના ભાવમાં ઘટાડો અને ચલણની ભારે વધઘટ વચ્ચે ભારતમાં અલંગની બજાર સ્થિર રહી છે. દરમિયાન, પાકિસ્તાનના ગદાણી યાર્ડ્સે સ્ટીલના મજબૂત ભાવ, સંબંધિત ચલણ સ્થિરતા અને સુધારેલા આગમનને કારણે તેમની લીડ જાળવી રાખી છે.ભારતમાં હજુ મોટાં અને વધારે કમાણી થાય તેવા જહાજોની અછત છે. તાજેતરમાં 4% હજાર એલડીટીના  જહાજ આવ્યાના કે બીચ નજીક હોવાની ખબરો છે. બે મોટાં ટેન્કરો છે જે દર્શાવે છેકે મોટાં એકમોની માગ છે પણ પુરવઠો છે મળે છે.  ભારતમાં પ્લેટના ભાવમાં 10 ડોલરનો ઘટાડો થઇ ગયો છે. થોડી રિકવરી આવી હતી તે ધોવાઇ ઘઇ છે. રૂપિયો મજબૂત થઇને 90.60 થઇગયો છે.ચલણમાં ભારે વધઘટ છે અને સ્ટીલની માગ નબળી છએ એટલે રિસાયક્લર્સના માર્જિન ઘવાયા છે, સોદા સાવચેતીભર્યા છે.

બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીની ચૂંટણી જીત અને હોંગકોંગ કન્વેન્શન સંબંધિત પાલન પર પ્રગતિ પછી બાંગ્લાદેશમાં નવો આશાવાદ જોવા મળ્યો છે. જોકે ચલણમાં નબળાઈ અને સ્ટીલના સ્થિર ભાવે ભાવનાને શાંત કરી.

બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના નિર્ણાયક ચૂંટણી વિજય પછી ચટ્ટોગ્રામમાં સુધારો થયો છે, જેનાથી વિલંબિત માળખાગત પ્રોજેક્ટ્સ પર પ્રગતિ અને સ્થાનિક સ્ટીલ વપરાશમાં સંભવિત પુન:પ્રાપ્તિની અપેક્ષાઓ મજબૂત થઈ છે. બાંગ્લાદેશી ટાકા યુએસ ડોલર સામે નબળો પડીને 122.25 થયો છે. ત્યાં પણ પ્લેટસની સ્થાનિક માગ ઘટી છે. માહોલ મંદીનો છે છતાં બાંગ્લાદેશમાં 24-25 હજાર એલડીટીના અનેક નાના જહાજો ગયા છે. પાકિસ્તાનના ગદાણી યાર્ડ્સે તેમનું અગ્રણી પ્રાદેશિક સ્થાન જાળવી રાખ્યું છે. જે ભારતને ટક્કર આપે છે. પાકિસ્તાનમાં સ્ટીલના ભાવ સ્થિર છે તેના કારણે મજબૂત માર્જિન ધરાવે છે. ત્યાં મધ્યમ કદના અનેક જહાજો ભાંગવા માટે જાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક