જૂનાગઢ, તા.23: જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના ખંડણી કેસમાં રાજસ્થાનના ઉદયપુર થી ઝડપાયેલી વિવાદિત કીર્તિ પટેલના આજે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરતા અદાલતે જામીન ઉપર મુક્ત કરવા અને આવતીકાલ ભવનાથ પોલીસ સ્ટેશનના કેસમાં હાજર થવા તાકીદ કરી છે.
શિવરાત્રી
મેળાની રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન દરમિયાન સાધ્વીના વેશમાં કિર્તી પટેલ જોડાઈ
અને મૃગીકુંડમાં સ્નાન કરતા સાધુ સંતોએ પોલીસને કહી કીર્તિ પટેલને બહાર કઢાતા તેમણે
સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી હતી. તેની સામે જૂનાગઢ નજીકના ગલીયાવડ ગામના અબઝલ કારાએ
સનાતન ધર્મની તરફેણમાં વિડીયો બનાવી અપલોડ કરતા કીર્તિ પટેલ ટોળકીયે તેને ધમકી આપી
વિડીયો રીમુવ કરવા અને 20 લાખ રૂપિયા આપવા માંગણી કરી હતી આ કેસમાં જુનાગઢ તાલુકા પોલીસે
કીર્તિ પટેલની ઉદયપુર ખાતેથી ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા. આ કેસમાં
અન્ય આરોપીઓ હજુ ફરાર છે તેવામાં રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે કીર્તિ પટેલને કોર્ટમાં
રજૂ કરતા અદાલતે જેલમાં ધકેલવાને બદલે જામીન મંજૂર કર્યા હતા, અને આવતીકાલે ભવનાથ પોલીસ
સ્ટેશનના ગુનામાં હાજર થવા તાકીદ કરી હતી.