સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ પારો 43ને પાર
(ફૂલછાબ
ન્યુઝ)
રાજકોટ,
અમદાવાદ, તા.27: ગુજરાતમાં ઉનાળાની ગરમી હવે આકરા તેવર બતાવી રહી છે. રાજ્યના મોટાભાગના
શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર પહોંચી જતા બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા
મળી રહ્યા છે. આજે અમદાવાદ 44.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે.
રાજ્યાના
હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. આગામી બે
દિવસ માટે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી કરી છે. ગરમીને પગલે
આવતીકાલે કચ્છ, રાજકોટ, સુરેન્દ્રગર, મોરબી અને પાટણ જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં
આવી છે. હવામાન વિભાગની યલો એલર્ટ સાથે હીટવેવની પણ આગાહી હોવાથી બપોરના સમયે બિનજરૂરી
કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અને સાવચેતી રાખવાનુ જણાવવામાં આવ્યુ છે. વિભાગે વધુ
આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે, પરંતુ આગામી 3 દિવસ
બાદ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો થવાની સંભાવના છે. અ
અમદાવાદ
બાદ કચ્છના ભુજમાં 43.8 ડિગ્રી અને પાટનગર ગાંધીનગરમાં 43.4 ડિગ્રી તાપમાન નોંધાયું
છે. સૌરાષ્ટ્રના મુખ્ય શહેરો એવા રાજકોટ અને અમરેલીમાં 43.3 ડિગ્રી તાપમાન રહેતા લોકો
ગરમીથી બેહાલ બન્યા છે. ઉત્તર ગુજરાતના ડીસામાં પણ પારો 42.2 ડિગ્રી સુધી પહોંચ્યો
છે. રાજ્યના અન્ય ભાગોની સરખામણીએ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું જોર ઓછું જોવા
મળ્યું છે.