અમદાવાદના મેયરપદે હિતેષ બારોટ : જામનગર મનપાનું સુકાન મહિલાના હાથમાં, મોનિકાબહેન વ્યાસ મેયર
પોરબંદરમાં સાગર મોદી, મોરબીમાં ઉત્તમ સુરાણી મેયર : નવસારીના પ્રથમ મેયર
તરીકે અશોક ધોરાજીયા
અમદાવાદ તા. 26: લાંબી પ્રતીક્ષા અને ગડમથલ બાદ આખરે રાજ્યની સ્થાનિક
સ્વરાજ્યની સંસ્થામાં પરદાધિકારીઓની નિમણૂક શરૂ થઈ છે. આજે કેટલીક મહાનગરપાલિકાઓમાં
મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, ડેપ્યુટી મેયર સહિતના પદ ઉપર પક્ષે ચૂંટાયેલા કોર્પોરેટર્સમાંથી
નિયુક્તિની જાહેરાત કરાઈ છે. રાજ્યમાં પોરબંદર, મોરબી, નવસારી અને ગાંધીધામમાં મનપાથી
મહાનગરપાલિકામાં રુપાંતર થયા બાદ પ્રથમ ચૂંટણી
હતી. આ તમામ મહાનગરોમાં મેયરની વરણી પ્રથમવાર થઈ છે.
ગુજરાતની મનપાઓમાં આગામી અઢી
વર્ષની નવી ટર્મ માટે પદાધિકારીઓની વરણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ હાઈકમાન્ડ
દ્વારા મોકલવામાં આવેલા બંધ કવર ખૂલતાની સાથે જ અમદાવાદ, નવસારી, ગાંધીધામ, મોરબી અને જામનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોના નામોની
સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.
અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશન (અખઈ)
ખાતે યોજાયેલી પહેલી બોર્ડ બેઠકમાં અપેક્ષા મુજબ જ પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડના કોર્પોરેટર
હિતેશભાઈ બારોટને અમદાવાદના પ્રથમ નાગરિક એટલે કે નવા મેયર તરીકે જાહેર કરવામાં આવ્યા
છે. મેયર પદની રેસમાં ધરમશી દેસાઈ, જશુભાઈ ઠાકોર અને રાજુ ઠાકોરના નામો પણ ચર્ચામાં
હતા, પરંતુ ગત ટર્મમાં મેયર પદ મધ્ય ઝોન પાસે હોવાથી આ વખતે પશ્ચિમ ઝોનના હિતેશ બારોટનું
નામ સૌથી મોખરે રહ્યું હતું. નવી ટર્મ માટે અન્ય મહત્વના હોદ્દેદારોની ટીમ પણ જાહેર
કરવામાં આવી છે, જે મુજબ ડેપ્યુટી મેયર સાબરમતી વોર્ડના અંજુબેન શાહ સ્ટેન્ડિગ કમિટી
ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કમલેશ પટેલ, શાસક પક્ષના નેતા તરીકો શાહીબાગ વોર્ડના જશુભાઈ
ઠાકોર તેમજ દંડક તરીકે ચાંદખેડાના અતુલ મિશ્રા
(ચાંદખેડા વોર્ડ)ની જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદ ઉપરાંત રાજ્યની અન્ય
ચાર મહત્વની મહાનગરપાલિકાઓમાં પણ સત્તાવાર રીતે પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે.
જામનગર
મનપામાં મેયર તરીકે મોનિકા વ્યાસ
અને ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેરની વરણી કરાઈ છે. ધીરેનકુમાર મોનાણીને સ્ટેન્ડિગ
ચેરમેન તો અમર મોદી શાસક પક્ષના નેતા અને પ્રવિણાબેન રુપડીયાને દંડક બનાવાયા છે.
મોરબી
પ્રથમ નાગરિક (મેયર) તરીકે વોર્ડ
નંબર 8ના કોર્પોરેટર ઉત્તમ સુરાણીના નામ પર મહોર મારવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે
વોર્ડ નંબર 6ના ચિરાગ રાણપરા અને સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન તરીકે વોર્ડ નંબર 1ના કોર્પોરેટર
જયંતીભાઈ પડસુંભિયાની નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે અર્પિતાબા જાડેજા
અને દંડક તરીકે જયેશભાઈ દેસાઈ પક્ષની કમાન સંભાળશે.
ગાંધીધામ
મનપામાં મહિલા નેતૃત્વને સ્થાન
આપતા દિવ્યાબેન નાથાણીને નવા મેયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની ટીમમાં ડેપ્યુટી
મેયર તરીકે નવીન જરૂં અને સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન પદે તેજસ શેઠની વરણી કરવામાં આવી
છે.
નવસારી
પ્રથમ મેયર તરીકે વોર્ડ નં.
2ના કોર્પોરેટર અશોક ધોરાજીયાની પસંદગી કરવામાં આવી છે. તેમની સાથે ડેપ્યુટી મેયર તરીકે
વોર્ડ નં. 1ના કેયુરી દેસાઈ સ્ટેન્ડિગ કમિટીના
ચેરમેન તરીકે વોર્ડ નં. 5ના મુકેશ અગ્રવાલની વરણી કરાઈ છે. જ્યારે શાસક પક્ષના નેતા
તરીકે વોર્ડનં. 8ના નરેશ પુરોહિત (વોર્ડ નંબર
8) અને દંડક તરીકે વોર્ડ નં. 7ના રાકેશ પટેલ જવાબદારી સંભાળશે.
પોરબંદર
મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે
વોર્ડ નંબર 9ના સાગર મોદીની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડે. મેયર તરીકે વોર્ડ નંબર
8ના મનીષ શિયાળ, સ્ટે. કમિટીના ચેરમેન તરીકે વોર્ડ નંબર 9ના વિક્રમ ઓડેદરા, શાસક પક્ષના
નેતા તરીકે વોર્ડ નંબર 5ના હર્ષદ બામણીયા અને દંડક તરીકે વોર્ડ નંબર 11ના ક્રિષ્ના
કોઠીયાની નિમણૂક કરાઈ છે.
મહેસાણા
મહાનગરપાલિકાના સુકાનીઓ તરીકે
ભાજપે ઉત્તર ગુજરાતના સમીકરણો સાધીને નવી ટીમ મેદાનમાં ઉતારી છે. મેયર તરીકે સોનલ ઓઝા
(વોર્ડ નંબર 11)ને જવાબદારી સોંપી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે રમેશ રાજપૂત (વોર્ડ
નંબર 12), સ્ટેન્ડિગ કમિટી ચેરમેનપદે દીપક પટેલ (વોર્ડ નંબર 5), શાસક પક્ષના નેતા તરીકે
વિશાલાસિંહ ઠાકોર અને દંડક તરીકે અનિલ દેસાઈને જવાબદારી સોંપી છે.
નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર બનવાનું બહ્નમાન મનીષ પટેલ (વોર્ડ
નંબર 11)ને ફાળે ગયું છે. આ સાથે ડેપ્યુટી મેયર કલ્પેશ રાવળ (વોર્ડ નંબર 9), સ્ટેન્ડિગ
કમિટી ચેરમેન પરાગ બ્રહ્મભટ્ટ (વોર્ડ નંબર 5), શાસક પક્ષના નેતા મેઘના વિકાસકુમાર શાહ
(વોર્ડ નંબર %) અને દંડક પુષ્પા પરમાર (વોર્ડ નંબર 5)ની વરણી કરવામાં આવી છે.