બે રૂા.નો વધારો ઝીંકાયો : 11 દિવસમાં ચોથી વખત વધ્યા ભાવ; લોકો પર પડી શકે મોંઘવારીનો માર
નવી
દિલ્હી, તા. 26: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની અસર ભારતના ઈંધણ બજાર પર દેખાઈ
રહી છે. પેટ્રોલ અને ડીઝલ પછી સીએનજીના ભાવમાં પણ 11 દિવસમાં ચોથી વખત વધારો ઝીંકવામાં
આવ્યો છે. આજથી જ સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂા. 2નો વધારો કરવામાં આવ્યો છે.
આ ભાવવધારો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો
જોવા મળી રહ્યો છે. સતત વધતી ઈંધણ કિંમતોની અસરથી પરિવહનથી લઈને ખાદ્યવસ્તુઓ અને રેસ્ટોરેન્ટ
સેવાઓ સુધી, મોંઘવારીનું દબાણ ધીરેધીરે વ્યાપક રૂપ લેતું દેખાઈ રહ્યું છે.
15
મે પછી આ ચોથો ભાવવધારો છે. આ નવીનતમ સુધારા પછી, રાષ્ટ્રીય રાજધાનીમાં સીએનજીના ભાવ
હવે રૂા. 83.09 પ્રતિ કિલોગ્રામ છે.
સીએનજીની
કિંમતોમાં સતત વધારાની અસર માત્ર વાહનોના ઈંધણ ખર્ચ સુધી સીમિત રહેતી નથી, તેની અસર
પરિવહન પડતર પર પણ પડે છે જે આગળ જતાં રોજિંદી વસ્તુઓની કિંમતોમાં વધારા સ્વરૂપે સામે
આવે છે.
15
મેના રૂા. 2, 18 મેના રૂા. 1, 23 મેના રૂા. 1 અને આજે - 26 મેના ભાવમાં વધુ રૂા. 2નો
વધારો થયો છે. કુલ મળીને, છેલ્લા 11 દિવસમાં સીએનજીના ભાવમાં રૂા. 6નો વધારો થયો છે.
સીએનજીના
ભાવમાં વધારાની અસર દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં સૌથી વધુ જોવા મળે તેવી શક્યતા છે. કારણ
કે દિલ્હી-એનસીઆરમાં સીએનજીનો ઉપયોગ સૌથી વધુ છે, જ્યાં ઓટો-રિક્ષા, ટેક્સી, સ્કૂલ
વાન અને ખાનગી કારમાં તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. ઓટો-રિક્ષા ચાલકોના મતે, સીએનજીના
ભાવમાં વારંવાર વધારો તેમની દૈનિક કમાણી પર પ્રતિકૂળ અસર કરી રહ્યો છે. ઇંધણના ભાવમાં
સતત વધારાથી પરિવહન ખર્ચ અને ઘરના બજેટ બંને પર દબાણ વધવાની આશંકા છે.