ન્યૂયોર્ક, તા.26: ઇરાનની ફૂટબોલ ટીમ ફૂટબોલ વર્લ્ડ કપનો હિસ્સો બનવા તૈયાર છે. મેક્સિકોએ ઇરાન ફૂટબોલ ટીમને પોતાના દેશમાં ઉતારો આપવાની મંજૂરી આપી દીધી છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ કલાઉડિયા શિનબોમે કહ્યું છે કે આ મામલે તેની સરકારને કોઇ વાંધો નથી. અમેરિકાએ ઇરાનની ફૂટબોલ ટીમને પોતાના દેશમાં રોકાવા માટે ના પાડી દીધી હતી. બન્ને દેશ વચ્ચે ફેબ્રુઆરીથી યુદ્ધ ચાલી રહ્યું છે.
ફૂટબોલ
વર્લ્ડ કપના શેડયૂલ અનુસાર ઇરાન ટીમે તેના લીગ મેચ અમેરિકામાં રમવાના છે. જે શેડયૂલ
અનુસાર જ રમાશે. જેનો મતબલ એ થયો કે ઇરાન ટીમ વર્લ્ડ કપના લીગ મેચ અમેરિકાની ધરતી પર
રમશે. તેનો મેચના દિવસે જ અમેરિકા જશે અને એ જ દિવસે મેક્સિકો પરત ફરશે. ઇરાનની ફૂટબોલ
ટીમનો બેઝ કેમ્પ મેક્સિકોના તિજુઆનામાં બનાવવામાં આવ્યો છે. જે કેલિફોર્નિયાની નજીક
છે. ફીફાએ આ સમગ્ર મામલાની પુષ્ટિ કરી દીધી છે.
ફૂટબોલ વર્લ્ડ કપની શરૂઆત 11 જૂનથી થવાની છે. 19 જુલાઇએ ફાઇનલ રમાશે. ટૂર્નામેન્ટ
અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં રમાવાની છે. ઇરાન ટીમ ગ્રુપ જીમાં બેલ્જિયમ, ઇજીપ્ત
અને ન્યુઝીલેન્ડ સાથે છે. તેનો પહેલો મેચ 1પ જૂને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ઇંગલવુડના સોફી
સ્ટેડિયમમાં રમશે. જે મેક્સિકોના તેના બેઝ કેમ્પથી 22પ કિ.મી. દૂર છે.