બાંગ્લાદેશ સરહદે ટોળેટોળા, સરકારની '3D' નીતિથી ફફડાટ
કોલકત્તા, તા.26: પશ્ચિમ બંગાળની
ભાજપ સરકાર દ્વારા શરૂ કરાયેલી ‘િડટેકટ, ડિલીટ એન્ડ ડિપોર્ટ’ (ઓળખો, હટાવો અને દેશનિકાલ
કરો) નીતિ બાદ હવે ગ્રાઉન્ડ લેવલ પર મોટી વહીવટી કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. સરકારના આ
કડક અભિયાનમાં ડરથી બાંગ્લાદેશ સરહદના અલગ-અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની
મોટી ભીડ જામવા લાગી છે. ઉત્તરી 24 પરગણા અને માલદા જિલ્લામાંથી સામે આવેલા દ્દશ્યો
સાબિત કરે છે કે, સરકાર હવે માત્ર રાજકીય નિવેદનો આપવાને બદલે કડક એકશન લઇ રહી છે.
ઉત્તરી 24 પરગણાના બશીરહાટ વિસ્તારમાં
આવેલા હકીમપુર ચેકપોઇન્ટ પર મંગળવારે સવારે 100થી વધુ બાંગ્લાદેશી પુરુષો અને મહિલાઓ
એકથા થયા હતા. આ તમામ લોકો ઇન્ટરનેશનલ બોર્ડર પાર કરીને જાતે જ પાછા બાંગ્લાદેશ જવા
માંગતા હતા. પોલીસના હાથે પકડાઇ જવાના ડરથી અને સરકાર દ્વારા શરૂ કરાયેલા હોલ્ડિંગ
સેન્ટરોના કારણે ગેરકાયદે રહેતા આ લોકો પોતે જ સરહદે પહોંચી રહ્યા છે. સરહદ પર આ ભીડ
મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીના એ એલાન પછી જોવા મળી છે, જેમાં તેમણે ઘૂસણખોરોને પકડવા
માટે ‘િડટેકટ, ડિલીટ એન્ડ ડિપોર્ટ’ (ઓળખો), રદ કરો અને દેશનિકાલ કરો)ની નવી પોલિસીની
જાહેરાત કરી હતી.
BSF ના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં
મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ સ્પષ્ટ કર્યુ હતું કે, જે લોકો નાગરિકતા (સંશોધન) અધિનિયમ
એટલે કે ઈઅઅ ના કાયદાકીય દાયરામાં નથી આવતા, તેમને ગેરકાયદે ઘૂસણખોરો માનવામાં આવશે. પોલીસ આવા લોકોને પકડીને મજીહ્નને
સોંપશે. આ માટે રાજ્ય સરકારે જિલ્લાઓમાં હોલ્ડિંગ સેન્ટર બનાવવાની પ્રક્રિયા પણ શરૂ
કરી દીધી છે, જેથી શંકાસ્પદ લોકોને ત્યાં થોડો સમય રાખી શકાય. માલદા દેશનો એવો પહેલો
જિલ્લો બન્યો છે જ્યાં આવું હોલ્ડિંગ સેન્ટર કાર્યરત થઇ ગયું છે. માલદાના ઇગ્લિંશ બજાર
શહેરના ચંદન પાર્કમાં બનેલા આ સેન્ટરમાં હાલમાં 3 મહિલાઓ અને 6 સગીર સહિત 9 શંકાસ્પદ
બાંગ્લાદેશી નાગરિકોને રાખવામાં આવ્યા છે.