• બુધવાર, 17 જૂન, 2026

ગોંડલ પંથકમાં ચાર સગીર સાથે ઘૃણાસ્પદ ઘટના

સગીરોને લાફા ઝીંકી એકબીજા સાથે ગંદું કૃત્ય કરાવી વીડિયો ઉતારી વાઇરલ કરવાની ધમકી આપી

ગોંડલ, તા.16 : ગોંડલના ભોજપરા ગામે ખળભળાટ મચાવતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચાર સગીર સાથે જાતીય સતામણી થતાં વાલીઓના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ગામમાં જ રહેતા બે નરાધમે બે વર્ષ પૂર્વે નવરાત્રી સમયે ચાર સગીરને ડેલામાં લઈ જઈ તેઓને બિભત્સ હરકત કરવા કહ્યું હતું.

બાળકોએ તેનો ઇનકાર કરતા તેમને લાફા મારી ધમકીઓ આપી બાળકો પાસે એકબીજા સાથે મુખ મૈથુન અને ગુદા મૈથુન કરાવ્યું હતું એટલું જ નહીં બાદમાં આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો. જે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી સગીરોને બંન્ને નરાધમો ધમકાવતા હોય જેથી જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. બાદમાં આ અંગે સગીરે પરિવારને જાણ કરતા ઘટના અંગે બાળકના વાલીએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ પરથી પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ભોજપરામાં રહેતા આ બંને નરાધમોને સકંજામાં લઈ લીધા હોવાનું જાણવા મળ્યું છે.

    આ વિકૃતિ ઉપજાવતા બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ભોજપરા ગામે રહેતા 40 વર્ષીય પરિણીતાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મનીષ સોલંકી અને હેમાંગ ગોગીયાના નામ આપતાં પોલીસે બંને આરોપીઓ સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક