નવી દિલ્હી, તા. 16 :સરકારે ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ની નિકાસ પર વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ, જેને સત્તાવાર રીતે સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડયૂટી તરીકે ઓળખવામાં આવે છે તેમાં વધારો કર્યો છે, જેથી સ્થાનિક ઇંધણનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત થાય.
નાણાં
મંત્રાલયના એક જાહેરનામા અનુસાર, ડીઝલ પર નિકાસ ડયૂટી રૂા. 13.5 પ્રતિ લિટરથી વધારીને
રૂા. 14 પ્રતિ લિટર કરવામાં આવી છે, જ્યારે એટીએફ નિકાસ પર ડયૂટી રૂા. 9.5 પ્રતિ લિટરથી
વધારીને રૂા. 12.5 પ્રતિ લિટર કરવામાં આવી છે. પેટ્રોલ પર નિકાસ કર રૂા. 1.5 પ્રતિ
લિટર પર યથાવત્ છે. સુધારેલા દરો 16 જૂનથી અમલમાં આવ્યા હતા.
સરકારે
સ્પષ્ટતા કરી છે કે, ભારતમાં વેચાતા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડયૂટી યથાવત્ છે,
જેનો અર્થ એ છે કે, ગ્રાહકોને ઇંધણ પંપ પર તાત્કાલિક કોઈ અસરનો સામનો કરવો પડશે નહીં.