ઓકલેન્ડ, તા.16 : ભારતીય મહિલા હોકી ટીમે એફઆઇએચ હોકી નેશન્સ કપના સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી છે. પૂલ એના પોતાના બીજા મેચમાં ભારતીય મહિલા હોકી ટીમનો આજે જાપાન વિરુદ્ધ 2-1 ગોલથી વિજય થયો હતો. ભારત તરફથી કપ્તાન સલીમા ટેટેએ 33મી મિનિટે અને લાલરેમસિયામીએ 49મી મિનિટે ગોલ કર્યા હતા. જાપાન તરફથી એકમાત્ર ગોલ 3પમી મિનિટે થયો હતો. આ જીતથી ભારતીય ટીમ તેના ગ્રુપમાં ટોચ પર આવી ગઈ છે. અંતિમ લીગ મેચ 18 જૂને ઉરૂગ્વે વિરુદ્ધ રમશે.