• મંગળવાર, 16 જૂન, 2026

દીપ્તિ શર્માએ એકથી વધુ રેકોર્ડ પોતાના નામે કર્યા

પાકિસ્તાન સામે 10 રનમાં 5 વિકેટ ઝડપી ભારતના વિજયની શિલ્પી બની

એજબેસ્ટન, તા.1પ: મહિલા ટી-20 વિશ્વ કપનો ભારતે શાનદાર પ્રારંભ કર્યો છે. ભારતીય ટીમનો પહેલા મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ 64 રને સરળ વિજય થયો હતો. આ મેચમાં અનુભવી ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ 10 રનમાં પ વિકેટ ઝડપી એકથી વધુ રેકોર્ડ બનાવ્યા હતા. ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં દીપ્તિનું આ પ્રદર્શન કોઇ પણ ભારતીય મહિલા બોલરમાં સર્વશ્રેષ્ઠ છે. આ પહેલા ઝલુન ગોસ્વામીએ 2012માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 11 રનમાં પ વિકેટ લીધી હતી.

આ ઉપરાંત મહિલા ટી-20 ઈન્ટરનેશનલમાં દીપ્તિ શર્મા વિશ્વની સૌથી સફળ બોલર બની ગઇ છે. ભારતીય ઓફ સ્પિનરના નામે હવે 166 વિકેટ છે અને ટોચ પર છે. દીપ્તિની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 3પ4 વિકેટ થઇ છે. તેણી હવે ઝુલન ગોસ્વામીની 3પપ વિકેટના રેકોર્ડને તોડવાથી ફક્ત 2 વિકેટ દૂર છે.

મહિલા T-20માં સર્વાધિક વિકેટ

વિકેટ     બોલર    ટીમ

166     દીપ્તિ શર્મા          ભારત

165     થિપાચા પુથાવોંગ  થાઇલેન્ડ

160     હેનરીટ ઇહિમવે    રવાંડા

152     મેગન શૂટ            ઓસ્ટ્રેલિયા

148     હે કામચોમ્ફુ         થાઇલેન્ડ

ઇ-પેપરના નવા શુલ્ક