• બુધવાર, 17 જૂન, 2026

ડૉક્ટરની ચિઠ્ઠી વગર નહીં મળે કોઈ સિરપ

કેન્દ્ર સરકાર દ્વારા નિયમમાં સુધારો: ખરાબ ગુણવત્તાની ફરિયાદો પછી કડક પગલું

નવી દિલ્હી, તા.16: ડૉક્ટરે સૂચવ્યા વિના એટલે કે તબીબની ચિઠ્ઠી કે પ્રિક્રીપ્શન વગર મેડિકલ સ્ટોરમાંથી કોઈ વ્યક્તિ હવે સિરપ ખરીદી નહીં શકે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આનાં માટે એક જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે. જે મુજબ ઉધરસનાં સિરપ સહિત તમામ પ્રકારનાં સિરપ હવે ડૉક્ટરની ચિઠ્ઠી વગર મળી શકશે નહીં. કોઈપણ સિરપ હવે ડૉક્ટર પાસેથી લખાવેલું હોવું જરૂરી બની ગયું છે.

આ બદલાવ ડ્રગ્સ રુલ્સ-194પમાં સુધારા દ્વારા કરવામાં આવ્યો છે. મંત્રાલય તરફથી 9 જૂન 2026નાં રોજ જારી કરવામાં આવેલા જાહેરનામામાં કહેવામાં આવ્યું છેક ઁ, નિયમોની અનુસૂચી-કેમાં સૂચિબદ્ધ દવાઓમાંથી સિરપ શબ્દને હટાવવામાં આવ્યો છે. આ સુધારો રાજપત્રમાં પ્રકાશનની તારીખથી લાગુ થઈ ગયો છે.

આ પગલું ભારત અને અન્ય દેશોમાં ખરાબ ગુણવત્તાનાં સિરપની ફરિયાદો સામે આવ્યા બાદ ઉઠાવવામાં આવ્યું છે. થોડા સમય પહેલા મધ્યપ્રદેશમાં ખરાબ સિરપનાં કારણે કેટલાક બાળકોનાં મૃત્યુની ઘટના પણ બની હતી. ગત વર્ષે નવેમ્બરમાં ડ્રગ્સ નિયમકની ડ્રગ કંસલ્ટેટિવ કમિટીની બેઠકમાં આ બારામાં ચર્ચા થઈ હતી. નિષ્ણાત સમિતી દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવ પછી સિરપને મળેલી છૂટ હટાવી લેવામાં આવી છે અને હવે ડૉક્ટરનું પ્રિક્રીપ્શન સિરપ ખરીદવા માટે ફરજિયાત બની ગયું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક