સૌથી ભરોસાપત્ર ગણાતું બોમ્બર વિમાન એડવર્ડ્સ એરબેઝથી ઉડાન ભરતા જ દુર્ઘટનાગ્રસ્ત થયું
વોશિંગ્ટન,
તા. 16 : અમેરિકી વાયુસેનાનું બી-52 સ્ટ્રેટોફોર્ટ્રેસ બોમ્બર વિમાન ક્રેશ થયું હતું.
વિમાન એડવર્ડ્સ એર બેઝથી ઉડાન ભર્યાના થોડા જ સમયમાં દુર્ઘટનાનો શિકાર બનતા 8 લોકોનાં
મૃત્યુ થયાં હતાં. બી-25 અમેરિકી વાયુસેનાના સૌથી ભરોસાપાત્ર વિમાનોમાંથી એક છે અને
પરમાણુ ક્ષમતા ધરાવે છે.
વાયુસેનાના
અધિકારીઓ અનુસાર આ દુર્ઘટના સોમવારે સ્થાનિક સમય અનુસાર સવારે 11.20 વાગ્યે લોસ એન્જલસના
ઉત્તરમાં આવેલા એડવર્ડ્સ એરફોર્સ બેઝ ઉપર બની હતી ત્યારે વિમાન એક રેગ્યુલર ટેસ્ટ મિશન
ઉપર હઅતું. આ ભીષણ દુર્ઘટનામાં વિમાનનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કાળમાળમાં ભીષણ આગ
લાગી હતી. અમેરિકી વાયુસેનાના અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે વિમાનમાં સવાર તમામ 8 લોકોનાં
સ્થળ ઉપર જ મૃત્યુ થયા હતા. મૃતકોમાં અમેરિકી સેનાના જવાન સહિત એન્જિનિયર અને ટેકનિશિયન
સામેલ હતા.
ઘટનાના
વીડિયો પણ સામે આવ્યા હતા જેમાં જોવા મળ્યું હતું કે દુર્ઘટના બાદ વિમાનનો એક પણ હિસ્સો
બચી શક્યો નહોતો.