(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 16 : સુપ્રીમ કોર્ટે તમામ શિક્ષકો માટે ટેટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત કરી છે ત્યારે હવે શિક્ષકોએ 2010 પહેલાના શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માગ સાથે રાજ્ય ભરમાં આંદોલન કરવામાં આવશે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની બેઠકમાં આવતીકાલથી 20 જૂન સુધી તમામ જિલ્લાઓમાં ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર આપી વિરોધ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.
શિક્ષકો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શિક્ષક મંડળ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ
આવતીકાલે કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી આવેદનપત્ર આપશે જ્યારે અખિલ ભારતીય
પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા 20 તારીખે ધરણા કરી આનેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં
આવ્યો છે. જેમાં ત્રણ કલાક ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવશે અને ત્યારબાદ કલેક્ટરને
આવેદનપત્ર આપશે.
સુપ્રીમ કોર્ટે એક ચૂકાદામાં ઠરાવ્યું છે કે શિક્ષણ
સર્વિસ સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટિચર્સ
એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરવી ફરજિયાત રહેશે. જે શિક્ષકોની નોકરીને પાંચ વર્ષથી વધુ સમય
બાકી છે, તેમણે ટેટ પાસ કરવી ફરજિયાત કરવામાં આવ્યું છે. જો તેઓ આમ નહીં કરે તો રાજીનામું
આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે. આમ શિક્ષકોએ રાજ્યભરના 33 જિલ્લામાં આવતીકાલ
17 જૂનથી 3 દિવસ કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય
કર્યો છે.
એક માહિતી અનુસાર 2010 પહેલાના નિમણૂક પામેલા એક
લાખ શિક્ષકો છે. અનુભવી શિક્ષકોએ ટેટના આપવી પડે એ માટે આંદોલન કરવામાં આવશે. 2010
પહેલા ટેટ ન હોવાથી ભરતી નિયમો મુજબ નિયુક્તિ
થઈ હોવાનો દાવો કરવામાં
આવ્યો
છે.