લખનઉ, તા.16: ભારતીય ક્રિકેટ ટીમ મેનેજમેન્ટ આવતા વર્ષે રમાનાર વન ડે વિશ્વ કપને ધ્યાનમાં રાખીને વિભન્ન સંયોજન અજમાવવા માગે છે. આ જ કારણે બુધવારે અહીંના ઇકાના સ્ટેડિયમ પર રમાનાર અફઘાનિસ્તાન વિરુદ્ધના બીજા વન ડે મેચમાં ભારતીય ઈલેવનમાં બે ફેરફાર જોવા મળી શકે છે. સ્પિનર કુલદીપ યાદવ અને બેટર યશસ્વી જયસ્વાલને મોકા મળી શકે છે. ટીમ ઇન્ડિયાએ ધર્મશાલામાં વરસાદ પ્રભાવિત મેચમાં શાનદાર જીત નોંધાવી હતી. શુભમન ગિલની ટીમ હવે 3 મેચની શ્રેણીમાં 2-0ની અપરાજિત સરસાઇનો લક્ષ્યાંક રાખશે.
વિશ્વ
કપ અગાઉ ટીમ ઇન્ડિયાને લગભગ બે ડઝન મેચ રમવાના છે. ટીમ મેનેજમેન્ટ પહેલા જ સ્પષ્ટ કરી
ચૂક્યું છે કે અમે વિવિધ સંયોજન અજમાવશું. જેથી વિશ્વ કપમાં સર્વશ્રેષ્ઠ ટીમ ઉતારી
શકીએ.
હેડ
કોચ ગૌતમ ગંભીર બહુમુખી પ્રતિભાવાળા ક્રિકેટરને પ્રાથમિકતા આપે છે. આથી સ્પિન ઓલરાઉન્ડર
વોશિંગ્ટન સુંદર અને હરફનમૌલા ખેલાડી નીતિશકુમાર રેડ્ડીનું સ્થાન ઇલેવનમાં નિશ્ચિત
બન્યું છે.
અફઘાનિસ્તાને
જો શ્રેણીમાં વાપસી કરવી હશે તો તેના બેટિંગ યુનિટે સારો દેખાવ કરવો પડશે. પહેલા મેચમાં
રહમનુલ્લાહ ગુરબાજની આતશી સદીને બાદ કરતા અફઘાનનો કોઇ બેટર ક્રિઝ પર ટકી શક્યો ન હતો.
અફઘાનિસ્તાનની સ્પિન ત્રિપુટી રાશિદ ખાન, ગઝનફર અને મોહમ્મદ નબીને લખનઉની પિચ માફક
આવી શકે છે.